________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ २७ : ज्ञान} भाग २
કૂચનો રાગ જ્ઞાનને ઉપાસીએ, જ્ઞાનને ઉપાસીએ, ચાલો ઉલ્લાસથી જ્ઞાનને ઉપાસીએ! જ્ઞાનભાનુ તણા કિરણો પ્રસારીને, તેજોના અંબાર ભરીએ; અનાદિના ગાઢ અંતરે ભરાયલા, મોહના તિમિરો ભેદીએ... ચાલો ! ૦૧ જ્ઞાનની ચારુ ચાંદનીમાં ન્હાઈને, ચિત્ત ચકોર રીઝાવીએ; જ્ઞાન પીયૂષનું પાન કરી પ્રેમથી, પરમામૃત . પદ પામીએ.. ચાલો ! ૦૨ આવો અગાધ અને આવો વિશાલ જે, જ્ઞાનનો દરિયો દેખીએ; ભુજાબલે તેનો પાર કેમ પામીએ? સદ્ગુરૂ નાવ જે ન સેવીએ.. ચાલો ! ૦૩ જ્ઞાન વિના કિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તો પાંગળું લેખીએ;. ધર્મરથ કે એક ચકે ચલાવીએ? એક પાંખે કેમ ઊડીએ?... ચાલો ! ૦૪ જ્ઞાનીજનો દ્વારા એકઠો કરાયેલો, જ્ઞાન ખજાનો લૂંટીએ; ફાલ્યા ફૂલેલા જ્ઞાન કેરા બાગના, પુષ્પો ' સુગંધી ચૂંટીએ... ચાલો ! ૦૫ દેતાં ખૂટે નહિ લેતા ખૂટે નહિ, જ્ઞાન અક્ષયનિધિ માનીએ; ચોર્યું ચોરાય નહિ લૂંટયું લૂંટાય નહિ, જ્ઞાન નિર્ભય ધન જાણીએ... ચાલો ! ૦૬