________________
શાન-ભાગ ૧
૬૭ બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતો નથી! આ લોક પુરુષાકારે છે એનું વર્ણન વિસ્તારવાની ચતુરાઈ તે દાખવે છે, પણ જ્ઞાનીઓએ કહેલા આ પુરુષાકાર લોકનો ભેદ શું છે? અને એમ કહેવાનું કારણ શું છે? તેનો વિચાર કરવાની તકલીફ તે લેતો નથી!
પણ “પિંડે સો બ્રહ્માડે”-આ શરીર પરથી આ લોકપુરુષનો ઉપદેશ જ્ઞાનદર્શનના ઉદેશે જ્ઞાનીઓએ કર્યો છે, એ રહસ્ય લક્ષમાં લઈ, એ બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ પિંડને ખોજે-ખોળે, તો તેને આત્મસ્વરૂપનો પત્તો લાગે, “ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય, અને અલોકમાં રહેલા લોકને અવલોકે, “લોકરૂપ અલોકે દેખ.” અર્થાત નહિ અવલોકનારા એવા અલોકમાં-અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લોકને એટલે કે અવલોકનારા આત્માને દેખે. અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે એનો “ઓરતો” ને શંકા ખોવાઈ જાય. ‘ટળ્યો ઓરતો શંકા ખોઈ’ આમ એન્ન છતાં જૂદા ને જૂદા એવા જીવ-અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે; અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે અને આમ પર એવા અજીવમાં આત્મભ્રાંતિથી આ જીવ બંધાય છે, ને આત્મભ્રાંતિ મૂકવાથી મૂકાય છે, એવું બંધમોક્ષનું સ્વરૂપ તે સમજે છે. “સમજે બંધ-મુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શોક સદીવ” એટલે પછી તે જ્ઞાની પુરુષ દેહાધ્યાસ છોડી, પરભાવવિભાવનો કર્તા મટી, સાક્ષીપણે દષ્ટાભાવે નિરખતો રહી સદાને માટેનો શોક ટાળે છે. આમ જ્ઞાનભાનુનો પ્રકાશ થતાં તત્સાણ જ અજ્ઞાન અંધકાર નાશે છે. ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.’ (દોહરા) મતિ શ્રત અવધિ ને મન:, પર્યવ કેવલ જ્ઞાન;
પંચ જ્ઞાન વ્યાપિ નમું, આત્મ જ્ઞાનનિધાન.