________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
""
સ્વપર ભેદવિજ્ઞાનરૂપ મૂલ બીજભૂત જ્ઞાન જેને હતું, પણ બીજું કાંઇપણ જ્ઞાન જેને નહોંતું, એવા “તુષમાષ” જેવા અતિ મંદ ક્ષયોપશમી પણ તરી ગયા છે; અને આ બોધબીજભૂત સંવેદન જ્ઞાન જેને નહોતું, એવા નવપૂર્વધર જેવા અંતિમહા ક્ષયોપશમી શાસ્રપારંગતો પણ 'રખડયા છે. કારણકે ‘શાસ્ત્રો (લખેલાનાં પાના) ઉપાડવા ને જાણવા એમાં કંઈ અંતર નથી,−જો તત્ત્વ ન મળ્યું તો, કારણ બેયે બોજો જ ઉપાડયો,’ ‘‘સાર લહ્યા વિન ભાર કહ્યો શ્રૃત, ખર દૃષ્ટાંત પ્રમાણ. સ્વપરને જૂદા પાડનાર એવા પ્રયોજનભૂત ભેદજ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન છે. એટલેજ મિથ્યાત્વયુક્ત એવા મતિ-શ્રુત-અવધિને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિભુંગજ્ઞાન) કહ્યા છે. શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ ઉપકારી નિમિત્ત સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે. પણ એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્કજ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી. પરંતુ જો તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપ પરિણમે, અર્થાત્ આત્મામાં ભાવશ્રુતપણું પ્રગટે, આત્મજ્ઞાન ઉપજે, તો જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે. નહિ તો શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂઢ જનોનો સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે! સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જો એકો આત્મા હાથમાં ન આવ્યો તો એકડા વિનાના મીંડા જેવું છે. માટે જ સુભાષિત કહ્યું છે કે-‘જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.’
૬૬
આ આત્મઅનુભવરૂપ સ્વરૂપ પદ કાંઈ બ્હારમાં નથી, અંતમાં જ વર્તે છે, મેરુ સમો મહામહિમાવાન આ “પરમ નિધાન પ્રગટ મુખ આગળે” જ પડયો છે, છતાં આ અજ્ઞાની જગત અંધની જેમ તેને ઉલ્લંધીને ચાલ્યું જાય છે! કારણકે આખા બ્રહ્માંડ સંબંધી અનંત કલ્પનારૂપ સ્વચ્છંદ વિચાર કરવામાં આ જીવે કાંઈ બાકી રાખી નથી, પણ હું પોતે કોણ છું? મારૂં ખરૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લોકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહદેવળમાં