________________
મનભ્રાંતિ
૫૯
દર્શનો એક જિનદર્શન અર્થાત્ શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ છે. એટલે પોતાના અંગરૂપ એ ષડ્રદર્શનને આ જિનદર્શનના આરાધક પુરુષો સમ્યક ચાદ્વાદષ્ટિથી આરાધે છે. આવી પરમ વિશાલ અનેકાન્તદષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમોત્તમ છે કે તેમાં સર્વ મતદર્શન હળીમળીને પોતપોતાની સંભાળ કરતા રહે છે. “રચના જિનઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરૌં નિજ સંભાલ.” (ઉપજાતિ) જ્યાં નિત્ય નાના નય નૃત્યકારી,
સત્ સપ્તભંગી વિલસે રસાલી; પ્રમાણ તો વાઘ વીણા વગાડે,
વાગૂ રંગભૂ વિસ્મય આ પમાડે. (દોહરા) તત્ત્વનું સત્ત્વ સદા દીએ, અનેકાન્ત સિદ્ધાન્ત;
તેથી તે જ પ્રમાણ છે, બાકી મનની ભ્રાન્ત.
शिक्षापाठ २४ : मनभ्रांति અનેકાન્ત એવા આત્મતત્વનો નિર્ણય થતો નથી, ત્યાંલગી મનભ્રાંતિ છે, ને મનભ્રાંતિ છે ત્યાંલગી આત્મશાંતિની આશા રાખવી તે આકાશકુસુમવત છે. મોહરૂપ વિકલ્પચક્રના ચાકડે ચઢેલ મનની ભ્રાંતિ એ જ સંસારચક્રની ભ્રાંતિનું મુખ્ય કારણ છે. ‘ઉપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર.” જ્યાંલગી મનનું ભ્રમણ છે, ત્યાંલગી ગમે તેટલા જપ-તપ- સંયમાદિ સાધન પણ ભ્રમરૂપ થઈ પડી, ગગનમાં ચિત્રામણની પેઠે, નિષ્ફળ ને વૃથા ખેદરૂપ થઈ પડે છે. એટલા માટે જ્ઞાનીઓએ ચિત્તની સ્થિરતા પર ઘણો ભાર મૂક્યો છે. પરમ તત્ત્વગંભીર સુભાષિત છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” તેમજ “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” માટે ચિત્તને નિર્મલ કરી સ્થિર કરવું, ભ્રાંતિ ટાળવી, એજ આત્મશાંતિનું મુખ્ય સાધન છે.