________________
૫૮
પશાવબોધ મોક્ષમાળા
વ્યવસ્થા ઘટે છે. પણ જો સર્વથા અપરિણામી–એકાંત ફૂટસ્થ નિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં બંધમોક્ષાદિ વ્યવસ્થા નહિ ઘટે; કારણકે અવસ્થાંતરના અભાવે કાં તો ભવને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે; અને યોગમાર્ગ પણ નિષ્ફળ થઈ પડી, કૃતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંત અનિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં પણ બંધમોક્ષ, સુખદુખ આદિ વ્યવસ્થા નહિ ઘટે. કારણકે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણવિકાસરૂપ આ યોગમાર્ગ પણ કોને પ્રાપ્ત થશે? આમ નિત્ય કે અનિત્ય કોઈપણ એકાન્તવાદમાં બંધ મોક્ષાદિ વ્યવસ્થા ઘટતી નથી. વસ્તુસ્વભાવ ઘટતો નથી અને લોકવ્યવહાર પણ ઘટતો નથી; કેવલ અનેકાન્ત સિદ્ધાન્તમાં જ સર્વ વ્યવહાર ઘટે છે, સમસ્ત વસ્તુસ્વભાવ ઘટે છે અને અવિકલ એવી સકલ બંધમોક્ષ વ્યવસ્થા ઘટે છે; માટે અનેકાન્તની જ સર્વત્ર પ્રમાણતા છે. કારણકે જ્ઞાનથી જ મોક્ષ છે, ક્રિયાથી જ કલ્યાણ છે, નિશ્ચય જ સાચો છે, વ્યવહાર જ કામનો છે, એમ બીજી અપેક્ષાઓનો અપલાપ કરી, આ આમ ‘જ' છે, એવા ‘જ'- કારરૂપ દુર્ણયને અનેકાન્ત દૂર કરે છે; અને તનયો પ્રત્યે પિતાની જેમ સર્વ નયો પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાનો અ૫લાપ નહિ કરતાં, આ આ અપેક્ષાએ આ આમ આમ છે, એમ મધ્યસ્થપણે વસ્તુતત્વનું સુનયરૂપ સમ્યક પ્રતિપાદન કરે છે અને એ જ અનેકાન્તવાદને સપ્રમાણ બનાવે છે.
આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે સર્વસમન્વયકારી અનેકાન્તવાદી તો સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. કારણકે પરમ ઉદાર અનેકાન્તદષ્ટિ જેના હૃદયમાં પરિણમી છે, એવા વિશાલદષ્ટિ સમ્યગુદષ્ટિ મહાત્માઓ “દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે.” એટલે નયોઅપેક્ષાવિશેષોની યથાયોગ્ય મર્યાદા સમજનારા તે સંતજનો ‘ચાત્' પદના ન્યાસ વડે એકાન્તવાદનું આગ્રહરૂપ દૂષણ દૂર કરી છે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરે છે. અને એમ સાપેક્ષપણે પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનોને ચોક્કસ ભાસે છે કે આ બધા