________________
અનેકાન્તની પ્રમાણતા
૫૭
ઉદ્ઘોષણા કરી છે કે-“અનેકાન્ત સિવાય તત્ત્વવ્યવસ્થા નથી,” તે અત્યંત સત્ય છે. આ અંગે શ્રી અમૃતચંદ્રાચાર્યજીનું સુભાષિત છે–“રવૈયાના નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી (છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્ત્વ આકર્ષતી અને બીજે શિથિલ (ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ નવનીત વલોવી જયવંત વર્તે છે.”
આ અનેકાન, તત્ત્વનો અવિસંવાદી અસંદિગ્ધ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુક્તિ છે. દાખલા તરીકે-તે તે આત્મા પર ઉતારીએ તો તે સ્વરૂપથી તત્ છે, પણ પરરૂપથી અતત્ છે, સ્વદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી તે સત્-હોવારૂપ અસ્તિરૂપ છે, પણ પરદ્રવ્યક્ષેત્ર-કાલ– ભાવથી અસહુ-નહિ હોવારૂપ નાસ્તિકરૂપ છે. ધમ એવા દ્રવ્યની અપેક્ષાએ તે એક અખંડ પિંડરૂપ અભેદ છે પણ ધર્મગુણપર્યાયની અપેક્ષાએ અનેક ખંડ ખંડ ભેદરૂપ છે. ધ્રુવ એવા દ્રવ્યની દષ્ટિએ તે નિત્ય છે, પણ પર્યાયની દષ્ટિએ અનિત્ય છે. આમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્ત્વનિશ્ચયરૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે, અને આમ અસ્તિનાસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ એકાનેક, નિત્યાનિત્ય ને ભેદભેદરૂપ સુપ્રતીત થાય છે. એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનો અનુભવ કરે છે, પણ પુરુષ તો તેનો તે જ છે. સમુદ્રના મોજાં પલટાય છે, પણ સમુદ્ર પલટાતો નથી; તેમ પૂર્વ પર્યાયનો નાશ થઈ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, પણ આત્મ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ થઈ મુકુટ બનાવ્યો, પણ સોનું તો તેનું તે જ છે. આમ અનેકાન્ત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય યુકત એવું ‘સત્ સ્વરૂપ છે. આવા એકાક્ષરી ‘સત્’ સ્વરૂપમાં જ આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન શકાય છે. આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ ગણધરોને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ ‘ત્રિપદી' છે; અને એ જ અપેક્ષાવિશેષે રૂપકરૂપે ઘટાવીએ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ‘ત્રિમૂર્તિ છે.
આમ અનેકાન્તદષ્ટિએ આત્મા નિત્યાનિત્ય અર્થાત્ પરિણામી નિત્ય છે; અને તેના પરિણામી નિત્ય આત્મામાં જ બંધ-મોક્ષઆદિ