________________
પ્રશાવબોધ મોલમાળા
शिक्षापाठ ३ : जिनदेव } भाग २ જિન એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર્ શત્રુઓને જીતી જે શુદ્ધ સહાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે 'જિન'. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મક્ટકનો સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન. અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણોના સ્વામી થયા હોવાથી, એ જ ખરેખરા દેવ” છે.
વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ જિનદેવ પરમ “અહંત' અર્થાત વિશ્વની પૂજાના પરમ પાત્ર છે. સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ યોગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ મહાદેવ સર્વદાને માટે સર્વ દોષથી સર્વથા રહિત થયા છે. કારણકે જેમાં સર્વ દોષો સમાય છે, એવા રાગ, દ્વેષ ને મોહ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે; અથવા પ્રકારતરે આ પરમ નિર્દોષ મૂર્તિએ આ અઢાર દોષને નષ્ટ કર્યા છે.
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે ન્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજ્જાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી; અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મોપયોગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુ:શીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી; અને સપરિવાર સમક્તિ સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દર્શનમોહને ક્ષીણ કર્યો.