________________
જિનદેવ-ભાગ ૨
અને રાગ, દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચારિત્ર મોહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તો જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણ બાઘા બની ઉઠીને નાઠા! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે–હાસ્ય, અરતિ, રતિ, શોક, દુર્ગચ્છા, ભય, વેદોદય (કામ)એ તુચ્છ કૃષિપંકિત જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દોષ તો બિચારા કયાંય ચગદાઈ ગયા! આમ ચારિત્રમોહનો સર્વનાશ કરી, નિષ્કારણ કરૂણારસના સાગર આ પરમકૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું.
આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલોકબંધુ દાન સંબંધી વિદનને દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા. લાભ સંબંધી વિદનને-લાભાંતરાયને નિવારી, પરમ લાભાસથી મસ્ત એવા આ પ્રભુ, જગતને આત્મલાભમાં વિદન કરનારા લાભવિદનના નિવારક થયા. પંડિત વીર્ય વડે કરીને વીર્યવિદનને- વીર્યંતરાયને નિવારી, આ પ્રભુ પૂર્ણ પદવીના યોગી બન્યા. અને ભોગાંતરાય–ઉપભોગાંતરાય એ બને વિન નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપરણતારૂપ ભોગના સુભોગી થયા.
આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વિતરાગ પરમાત્મા છે–જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે કે-“હારું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન થયેલું છે. હારૂં મુખકમલ પ્રસન્ન છે. હારો ઉત્સગ સ્ત્રીસંગથી રહિત છે.. અને હારૂં કરયુગલ પણ શસ્ત્રના સંબંધ વિનાનું છે. તેથી કરીને જગતમાં કોઈ ખરેખરો વીતરાગ દેવ હોય તો તે તું જ છે.”
આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી” કૃપાદૃષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. કારણકે “જિનપદ નિજપદ એકતા,