________________
પ્રશાવબોધ મોક્ષમાળા
ભેદભાવ નહિ કાંઈ.' એટલે સિંહને દેખીને જેમ અજદુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને ‘દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. '' . . (અનુષ્ટ્રપ) શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ જે;
મુમુક્ષુજન એવા તે, ભગવાન જિનને ભજે.
शिक्षापाठ ४ : निग्रंथ જિનદેવ જેવા મહત્વ પુરુષના નિગ્રંથ વીતરાગ માર્ગે વિચરવાનો ‘અપૂર્વ અવસર’ જેને પ્રાપ્ત થયો છે, એવા નિગ્રંથ સાધુપુરુષના સ્વરૂપનો અત્રે કંઇક વિચાર કરીશું. ધન, ધાન્ય, ઘરબાર આદિ બાહ્ય ગ્રંથિ (ગાંઠ, બંધન) અને મોહ–રાગ-દ્વેષ-ક્રોધ-માનાદિઅત્યંતર ગ્રંથિ,– એમ ‘સર્વ સંબંધનુ બંધન તીક્ષણ છેદીને', જે દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારની પરિગ્રહરૂપ ગ્રંથિથી રહિત અસંગ થયા છે તે નિગ્રંથ. જેને પંચ પરમેષ્ઠિ મધ્ય ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, એવા આ વીતરાગદશા સાધક નિગ્રંથ સાધુની દશા કેવી અદ્ભુત હોય!
દેહથી ભિન્ન એવા કેવલ ચૈતન્યમૂર્તિ આત્માનું અનુભવજ્ઞાન જેને ઉપન્યું છે, એવા આ જ્ઞાની મુનીશ્વર દર્શનમોહરૂપ મહા મિથ્યાત્વગ્રંથિને છેદી નાંખી, ચારિત્રમોહના ક્ષય ભણી પરમ શૂરવીરપણે સર્વાત્માથી પ્રવર્યા હોય છે. એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈપણ પરમાણુમાત્ર પણ હારું નથી એવો અખંડ નિશ્ચય થયો હોવાથી, આ મહાત્માને આત્મા સિવાય અન્ય સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિરૂપ પરમ વૈરાગ્ય વર્તે છે. આ નિ:સાર દેહમાંથી પણ પરમાર્થરૂપ સાર કાઢી લેવાને ઇચ્છતા આ શાંતમૂર્તિ સંતનો દેહ પણ માત્ર આત્મસંયમના હેતુએ જ હોય છે; બીજા કોઈ પણ કારણે તેને