________________
નિગ્રંથ
કાંઈ પણ કલ્પતું નથી. ભમરો ફૂલમાંથી રસ ચૂસે, પણ તેને લેશ પણ પીડા ન ઉપજાવે, એવી પરમ નિર્દોષ માધુકરી વૃત્તિ આ ભિક્ષુ આચરે છે; અને સંયમયાત્રા દેહના નિર્વાહ પૂરતું પ્રાય: એક જ વાર ભિક્ષાભોજન લઈ નિત્ય તપનો લાભ લ્ય છે. આત્મસ્વરૂપના તેજથી પ્રતપતા આ વીર તપસ્વીને પોતાના દેહમાં પણ કિંચિત્માત્ર મમત્વરૂપ મૂચ્છ હોતી નથી, તો પછી ઉપકરણાદિમાં તો કયાંથી હોય?
નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન આ યોગી પુરુષ મન-વચન-કાયાના યોગને જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે; અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની માવજજીવ આત્માને વિષે એવી સ્થિરતા કરે છે, કે ગમે તેવા ઘોર પરીષહ કે ઉપસર્ગના ભયથી તે ક્ષોભ પામતી નથી. આ સંક્ષિપ્ત યોગની કવચિત પ્રવૃત્તિ કરવી પડે, તે આ સંયમી પુરુષ માત્ર આત્મસંયમના હેતુથી જ સમ્યપણે કરે છે; અને તે પણ નિજ સ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને તથા જિનદેવની આજ્ઞાને આધીનપણે રહીને,-નહિ કે સ્વચ્છેદે કે સ્વરૂપનો લક્ષ ચૂકીને. આત્મારામી મુનિની આ સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય છે. આવા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ સ્વરૂપગુપ્ત સંતો પંચ મહાવ્રતની દઢ પ્રતિજ્ઞા લઈ તેના પરિપાલનમાં નિરંતર ઉઘુકત રહે છે. પંચ ઇંદ્રિયના વિષયમાં એને રાગદ્વેષરૂપ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. પંચ પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી. અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કર્યા વિના એ પ્રારબ્ધ ઉદયને આધીન થઈ ને નિર્લોભપણે વિચરે છે.
આ ક્ષમાશ્રમણો કદી ક્રોધ કરે તો કોઈ પ્રત્યે જ કોધ કરે છે, માન કરે તો દીનપણાનું માન કરે છે, માયા કરે તો સાક્ષીરૂપ દષ્ટાભાવની માયા કરે છે, અને લોભ કરે તો અલોભનો લોભ કરે છે! કોઈ બહુ ઉપસર્ગ કરે તો તેના પ્રત્યે આ ક્ષમામૂર્તિ કોપતા નથી. ચક્રવર્તી આવીને વંદન કરે તોપણ એમનામાં માન ગોત્યું જડતું નથી. દેહ છૂટી જાય તોપણ એમના રોમમાં પણ માયા ઉપજતી નથી. મોટી