________________
વૈતાલીય અધ્યયન”
૧૩૭
નહિ” એવા તે જનોના માર્ગને પ્રપન્ન થયેલો જીવ આ લોકને કે પરલોકને કેમ જાણશે? કારણકે દંભી માયાવી જનો ભલે નગ્ન કે કુશ થઈને વિચરે, ભલે માસને અંતે ભોજન લે (માસખમણ કરે), તો પણ તે અનંતા ગર્ભ લેશે.
માટે જ્ઞાની કહે છે કે હે પુરુષ! તું પાપકર્મથી વિરામ પામ! કારણકે મનુષ્યોનું જીવિત સાંત (મર્યાદિત) છે; અને તેમાં પણ જે કામમૂચ્છિત અસંવૃત નરો અહીં સંસારમાં મગ્ન છે, તે મોહને પામે છે. એટલા માટે યોગવાન એવો તું યત્નાવંત થઈને આ મોક્ષમાર્ગે વિહર! જ્ઞાન-દર્શનાદિ સૂક્ષ્મ ભાવપ્રાણવાળો આ પંથ દુત્તર-દુસ્તર છે. માટે જ્ઞાનીની આજ્ઞારૂપ અનુશાસન પ્રમાણે જ તું તે આત્મસંયમના માર્ગે પ્રકૃષ્ટપણે ગમન કર! આમ સર્વ વીરોએ સમ્યક પ્રવેદિત કર્યું છે, આત્માનુભવથી સંવેદું-અનુભવ્યું છે. તે વીરો કેવા છે? વિષયરૂપ પરભાવથી વિરત અને સ્વભાવને વિષે સમુસ્થિત એવા તે આત્મપરાક્રમી વીરો, ક્રોધ-માયા આદિ વિભાવને પીસનારા હોય છે. તેઓ સર્વ પ્રકારે સ્વ-પરના દ્રવ્ય ભાવ પ્રાણને હણતા નથી; અને આમ પાપથી વિરત થયેલા તે વીર પુરુષો અભિનિવૃત હોય છે, અર્થાત દેહ છતાં મુક્ત એવી જીવન્મુક્ત નિર્વાણ દશાને અનુભવે છે.
આવા વીરોના આત્મસંયમમય માર્ગમાં વિચરતાં કદાપિ પરીષહઉપસર્ગ આવી પડે, તો એમ ભાવે કે હું જ એકલો કાંઈ પરીષહઉપસર્ગોથી લોપાતો નથી, પણ લોકને વિષે અન્ય પ્રાણીઓ પણ અતિ દુ:સહ દુ:ખોથી લોપાય છે; અને આ દુ:ખો આવ્યા છે તેથી તો ઊલટો મને નિર્જરાલાભ જ થશે. એમ જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત એવો પુરુષ આત્મહિત દેખે; અને ક્રોધાદિથી અપીડિત એવો અણિહ રહી, તે પરીષહ-ઉપસર્ગોથી સ્પષ્ટ થતાં, તેને સમભાવે અંહિયાસે (સહન કરે). પોતે ચક્રવર્તી હોય અને બીજો દાસનો દાસ હોય, તોપણ પોતાની પૂર્વે મૌનપદમાં ઉપસ્થિત દાસાનુદાસને વંદન કરતો તે ચક્રવર્તી લજ્જા ન ધરે, અને તે દાસ પણ ગર્વ ન કરે,-એમ સમભાવે ભિક્ષુ સદા વિચરે. આવી સમભાવનાથી આત્મારૂપ ભીંતને લાગેલા કર્મ-લેપને ધૂણી નાંખી