________________
૧૩૮
પ્રશાવબોધ મોક્ષમાળા
આ અવધૂત અહીં અનશનાદિથી પોતાના દેહને કુશ કરે ને સર્વથા અહિંસા પ્રત્યે જ પ્રવ્રજે-પ્રકૃષ્ટપણે ગમન કરે. ધૂલિથી ખરડાયેલી પંખિણી પાંખ ફફડાવી ૨જ ખંખેરી નાંખે, તેમ જ્ઞાનદર્શનાદિ ઉપધાનવાળો ભવ્ય તપસ્વી માહણ કમને ખપાવે. આ જ મોક્ષ પ્રત્યે નુકૂલ એવો ‘અનુધર્મ' મુનિએ પ્રવેદિત કર્યો છે, પોતે સંવેદન કરી અનુભવથી કહ્યો છે. આ સન્માર્ગ પૂર્વે જીવે કદી અનુશ્રુત કર્યો નથી ને શ્રત હોય તોપણ યથાવસ્થિત આચર્યો નથી. સદ્ગુરુ સમીપે આ અપૂર્વ માર્ગ શ્રવણ કરી, ગુરુના છેદે અનુવર્તતા એવા અનંતા જીવો પરભાવ-વિભાવથી વિરત થઈ મહા ઓઘને-સંસારપ્રવાહને તરી ગયા
તેથી અહો દ્રવ્ય! મુક્તિગમન યોગ્ય ભવ્ય! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિતિ કરતો એવો ‘દ્રવ્ય’–શુદ્ધોપયોગવંત થા! સદસવિવેકવંત પંડિત થઈ આ પાપકર્મના વિપાકને જો! અને પાપથી વિરત થઈ, ક્રોધાદિ કષાયના પરિત્યાગથી અભિનિવૃત થા! અત્યંત શાંતિભૂત થા! અને ‘દેહ છતાં નિર્વાણ' એવી દેહાતીત જીવન્મુક્ત દશાનો અનુભવ કર! આવા આ સિદ્ધિપથ પ્રત્યે લઈ જનારા ધ્રુવ મહામાર્ગને વીરો અત્યંત આત્મપરિણામી કરે છે. માટે કર્મનું વિદારણ કરનારા આ ‘વેયાલીય' (વૈતાલિક) વીરમાગને પામેલા અને મનવચન-કાયાથી સંવૃત થયેલો એવો વીર પુરુષ, વિત્ત જ્ઞાતિ અને આરંભને છોડીને આત્મામાં સુસંવૃત થઈ મોક્ષમાર્ગને વિષે વિચરે. (દોહરા) કર્મ વિદારક વીરનો, વૈતાલીય વીરમાર્ગ;
વીરપણે ત્યાં વિચરે, વીરજનો મહાભાગ.