________________
૧૩૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ५३ : वैतालीय अध्ययन*
ભગવાન ઋષભદેવજી ભરતના તિરસ્કારથી સંવેગ પામેલા સ્વપુત્રોને સંબોધીને ઉપદેશે છે
તમે સંબૂઝો! તમે કેમ બૂઝતા નથી? પરલોકને વિષે નિશ્ચય કરીને સંબોધિ (સમ્યફ બોધિ) દુર્લભ છે. વ્યતીત થયેલી રાત્રીઓ પાછી આવતી નથી, તેમ ગયેલું જીવિત પણ પુન: પ્રાપ્ત થવું સુલભ નથી. જુઓ! કોઈ માનવો બાલ હોતાંજ જીવિત ત્યજે છે, કોઈ બુદ્દા થઈને જીવિત ત્યજે છે, કોઈ ગર્ભવસ્થ પણ જીવિત ત્યજે છે. સિંચાણો જેમ તેતરને હરે છે, તેમ આયુક્ષયે મૃત્યુ પ્રાણોને હરે છે ને મનુષ્યનું જીવિત તૂટે છે.
માતા-પિતાદિના મોહે કરીને જીવ લેપાય છે, તે જીવને ભવાંતરમાં સુગતિ સુલભ નથી. માટે આ મૃત્યુ તથા મોહ આદિ ભયોને દેખીને મુમુક્ષુ આત્મામાં સુસ્થિત એવો સુવ્રતી થઈ આરંભોથી વિરમે. કારણકે અવિરત એવા જૂદા જૂદા પ્રાણીઓ આ જગતમાં કર્મોથી લંપાય છે, પોતે જ કરેલા કર્મોને અવગાહે છે, અને તે કર્મના વિપાક ભોગવ્યા વિના મૂકાતા નથી. દેવો, ગાંધર્વો, રાક્ષસો, અસુરો, ભૂમિચરો, સર્પો, રાજા, નર, શ્રેષ્ટિ કે બ્રાહ્મણો,-એ સર્વ પોતપોતાના સ્થાન અંતકાળે દુ:ખિત થઈને છોડે છે. કામોથી અને સ્વજનાદિના પરિચયથી વૃદ્ધ થયેલા જંતુઓ તેના વિપાકકાલે કર્મોનિ સહે છે; અને બંધનથી છૂટેલા તાડફલની પેઠે આયુક્ષયે ત્રુટી પડે છે.
કોઈ બહુશ્રુત હોય કે ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય કે શ્રમણ હોય, તે પ્રગટપણે માયારૂપ કર્મો વિષે મૂચ્છિત સતા, તીવ્ર કર્મોથી કપાય છે. વળી જુઓ! બાહ્ય પરિગ્રહના પરિત્યાગરૂપ વિવેકને આશ્રીને ઉઠેલા એવા કોઈ જનો, સમ્યક જ્ઞાનના અભાવે પોતે નહિ તર્યા છતાં, અહીં ધ્રુવ એવા મોક્ષની કે તેના ઉપાયની માત્ર શબ્દની માંહ્ય’ કેવલ વાત જ કરે છે, પણ તે આચરતા નથી, તો પછી ‘બાહ્ય ત્યાગ પણ જ્ઞાન * શ્રી સૂક્તાંગ, પ્ર. યુ સ્ક, અ. ૨.