________________
સમાધિ મરણ
૧૩૫
દેહનું મમત્વ ત્યજી, હું એવી રીતે મરું કે જેથી ફરી મરવું ન પડે. એટલે સમભાવમાં સ્થિત થઈ, હવે હું સારભૂત એવી સંખના કરી કાયની ને કષાયની ક્ષીણતા કરૂં છું; અનશન આદરી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરૂં છું; અને મારું અનાહારી એવું આત્મસ્વરૂપ સ્મરી, ઉત્તમ અનશન કરનારા શાલિભદ્ર મેઘકુમાર આદિ મહામુનીશ્વરોના અદ્ભુત આત્મપરાક્રમને સંભારું છું.
અનન્ય ભાવશરણના દાતાર અરિહંત ભગવંતોનું હું શરણ ગ્રહું છું. શુદ્ધ આત્મસ્વરૂપી સિદ્ધ ભગવંતોનું હું શરણ ગ્રહું છું. મૂર્તિમાનું સમાધિસ્વરૂપ સાધુ ભગવંતોનું હું શરણ ગ્રહું છું. કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણ ગ્રહું છું. ચઉગતિનો ઉચ્છેદ કરનારા આ ચઉશરણનો મેં આશ્રય કર્યો છે, તો મને હવે ભય શો? વિક્ષેપ શો? ચિંતા શી? “ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર ખેટ?– વિમલ જિન દીઠા લોયણ આજ.” “મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.” અરિહંત ભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું . ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરૂં છું. સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. સહજાન્મસ્વરૂપી એવા જે આ સર્વ પરમ આરાધ્ય ભગવંતો કાયાની માયા વિસારી, સ્વરૂપને વિશે સમાયા છે, તે આ પરમ પાવન પદોનું પુન: પુન: ભાવન કરી, હું પણ આ કાયાની માયા વિસારી મારા સ્વરૂપને વિષે લીન થાઉં છું. (દોહરા) માય વિસારી કાયની, થઈ પ્રભુ શરણાધીન;
સહજાત્મસ્વરૂપને સ્મરી, થલે આત્મામાં લીન.