________________
૧૩૪
પ્રશાવબોધ મોક્ષમાળા
નવકારસ્મરણ એમ દશવિધ આરાધનાવિધિ પ્રદર્શિત કરેલ છે. તેનું ભાવન કરતાં મુમુક્ષુ આત્મા ભાવે છે કે
હું આ દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચેતનસ્વરૂપ આત્મા છું. આ જ્ઞાનદર્શનમય આત્મા શિવાય બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મારું નથી. અનાત્મીય એવા આ દેહાદિ પરભાવમાં આત્મબુદ્ધિએ કરીને તેના મિથ્યા અહંકાર-મમકારથી હું અનંત જન્મમરણ દુ:ખ પામ્યો; અને આ પરભાવ નિમિત્તે વિભાવ ઉપાધિ ઉત્પન્ન કરી આત્મસમાધિ ભૂલ્યો. આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી, કષાયથી આ ભવ-પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય. તેનો હવે હું પશ્ચાત્તાપ કરી મિથયાદુકૃત માગું છું. મિચ્છામિ તુવતું ! પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનક કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોઘા હોય, તે સર્વ હું ત્રિવિધ ત્રિવિધે વોસરાવું છું; આત્મસાક્ષીએ નિન્દુ છું, સસાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિન્દ્રામિ રિદ્વામિ પાળે વોસિરામિ ! હું સર્વ જીવને ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપો! મહારે સર્વ પ્રાણી સાથે મૈત્રી છે, કોઈ સાથે કંઈ પણ વૈરવિરોધ નથી. નિત્તિ सव्वभूएसु, वेरं मज्झं न केणइ ।
મમતા કરી જે બહુ પ્રકારનો પરિગ્રહ મેં એકત્ર કર્યો, તે કંઈ પણ સાથે લીધા વિના, ભવોભવને વિષે જે જ્યાંનો હતો તે ત્યાં જ મૂકીને હું ખાલી હાથે ચાલતો થયો,-તે પરિગ્રહના મૂચ્છમમત્વને હું વોસરાવું છું. “પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે
જ્યાંની તે ત્યાં રહીજી, કોઈ ન આવી સાથ રે...જિનાજી! મિચ્છા દુક્કડ આજ.” હું ખાલી હાથે એકલો જ આવ્યો છું ને એકલો જ જવાનો છું. સાથે માત્ર એક વફાદાર ધર્મમિત્ર જ આવવાનો છે. આ પરમ દુર્લભ આત્મધર્મની ને બોધિબીજની પ્રાપ્તિ મને ભવોભવને વિષે હો! પરમ યોગી શ્રી ઋષભદેવજી જેવા પણ જે દેહને નથી રાખી શક્યા, તે દેહને બીજો કોણ રાખી શકે એમ છે? માટે ભાડુતી ઘર જેવા આ નશ્વર