________________
૧૬૮
પ્રશાવબોધ મો માળા
એટલા માટે તું અવ્યાક્ષિપ્ત રહી સંયમ આચર! જે તું જે જે નારીને દેખશે, તે પ્રત્યે પ્રાર્થનારૂપ ભાવ કરશે, તો તું વાયુથી પ્રેરિત હડો નામના ઘાસની જેમ, સંસારસાગરમાં અહીંથી તહીં આથડતો હતો અંડો થઈશ. તે સંયતિ એવા મહાસતી રાજીમતીજીના આ પરમ સંવેગજનક સુભાષિત વચન સાંભળી રથનેમિ મુનિ, અંકુશથી હાથીની જેમ, ધર્મમાં સંપ્રતિષ્ઠાપિત થયા; અને પછી અપ્રમત્તપણે આદર્શ નિગ્રંથ જીવન ગાળી અનુક્રમે કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ભગવતી રાજીમતીજી પણ તેવુંજ યથાસૂત્ર અપ્રમત્ત આત્મચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, મુક્તિ પામ્યા.
અને બાવીસમા તીર્થંકર ભગવાન નેમનાથજી પણ પ્રાણીઓને તારનારૂં અનુપમ ધર્મતીર્થ સ્થાપી, પરમાર્થમઘની અમૃતધારા વર્ષાવવા લાગ્યા; અને શ્રીકૃષ્ણ વાસુદેવ આદિ જેવા અનેક ભવ્ય મુમુક્ષુ આત્માઓને શુદ્ધ આત્મધર્મનો પ્રતિબોધ પમાડતા રહી, આ પરમ સદ્ગુરુ ભારત અવનિને પાવન કરતા વિચરવા લાગ્યા; અને આયુપ્રાંતે ગિરનાર પર્વત પર પાદપોપગમન અનશન કરી અનુપમ સિદ્ધ ગતિને પામ્યા. સિદ્ધ થયેલા તે પરમ પવિત્રાત્મા દંપતીને નમસ્કાર હો! નમસ્કાર હો! (અનુષ્ટ્રપ) યદુવંશ સમુદ્રન્દુ, નેમિનાથ નમું નમું;
સતી રાજમતી વન્દી, મોહભ્રાંતિ વમું વમું.