SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુ સ્મ્રુતિ शिक्षापाठ ६५ : सद्गुरु स्तुति ઉપજાતિ હે સદગુરુ દેવ! પરં કૃપાળુ! ગાવા ગુણો શક્તિ ન મુજ ભાળું; અમાપ છે આપ તણી કરુણા, થવું નથી શક્ય પ્રભો! અટ્ટણા. અનાદિથી આત્મ સ્વરૂપ ભૂલ્યો, હું ભોગના કાદવમાંહિ ફૂલ્યો; દુ:ખો તણા સાગર મધ્ય રૂલ્યો, તાર્યો તમે બોધ ઈ અમૂલ્યો. સ્વરૂપનું ભાન તમે જગાડયું, ભ્રાંતિ તણું ભૂત તમે ભગાડયું; મિથ્યાત્વનું વિષ તમે ઉતાર્યું, સમ્યક્ત્વ પીયૂષ તમે પીવાડયું. ઉંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ ! સ્હેજાત્મસ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો,. મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મ તણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. અનંતકાળે તમ યોગ લાધ્યો, ૐ આત્મનો સાધન જોગ સાધ્યો; તો આપનો કેમ પીછો જ છોડું? ના જ્યાંલગી પૂરણ તત્ત્વ જોડું. ૧૬૯ ૨ ૩
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy