________________
ભગવાન નેમિનાથજી અને મહાસતી રામતી
૧૬૭
તો તે મોહ પણ છોડી દઈ ભવભોગથી વિરક્ત થયા હતા. તેમના જાણવામાં આવ્યું કે રથનેમિ મારા પર આસક્ત છે, એટલે યોગ્ય મોકો જોઈ તેને બોધપાઠ આપવા તેમણે નિશ્ચય કર્યો.
એક દિવસ રાજીમતીએ રાબ પીધી. ત્યાં રથનેમિ આવી ચઢયા. રાજીમતીએ મુખમાં મદનલ મૂકી વમન કર્યું અને કહ્યું-આ રાબ પી જા! રથનેમિએ કહ્યું–વમેલું તે કેમ પીવાય? રાજીમતીએ જવાબ આપ્યો-જે ન પીવાય, તો હું પણ અરિષ્ટનેમિ સ્વામીથી વણાયેલ છું, તો તે અયશ: કામી! વાંતને (વમેલને) પીવા ઇચ્છે છે એવા તને ધિક્કાર હો! આના કરતાં તો હારૂં મરણ થાય એ શ્રેય છે. ઇત્યાદિ પ્રકારે તેને પ્રતિબોધ પમાડયો: એટલે સંવેગરંગથી રંગાઈને રથનેમિ, ભગવાન નેમનાથજી પાસે પ્રજિત થયા. બાલબ્રહ્મચારિણી મહાસતી રાજીમતીજી પણ વૈરાગ્યવાસિત થઈ નેમનાથજી પાસે આવી વિનવવા લાગ્યા...હે નાથ! વિવાહ અવસરે જે તમે મારા હાથ પર હાથ ન દીધો, તો હવે “દીક્ષા અવસર દીજિયે રે, શિર પર જગનાથ!”-એમ તે પરમ સદગુરુને શરણે જઈ તેમણે નિગ્રંથ પ્રવ્રજ્યા અંગીકાર કરી
પછી એક દિવસ એવું બન્યું કે મુનિ રથનેમિ ભિક્ષા લઈને નેમનાથજી સમીપે આવતા હતા. ત્યાં વર્ષાદ આવવાથી તે આશ્રયાર્થે એક ગુફામાં પેઠા. આ સમયે રાજીમતી પણ નેમનાથજીના વંદનાર્થે ગયા હતા, તે વાંદી ઉપાશ્રયે આવતા હતા, ત્યાં વચ્ચમાં વર્ષોથી ભીંજાયા. એટલે અજાણતાં તે રથનેમિ હતા તે જ ગુફામાં પેઠા, અને સૂકવવા માટે વસ્ત્ર ઉતાર્યા. રથનેમિએ તેના અંગપ્રત્યંગ દીઠા અને તેને વિકાર ઉપજ્યો. ત્યાં રથનેમિ પણ રાજીમતીના જોવામાં આવતાં તેણે વસ્ત્ર સંકોય. ઇંગિતાકારમાં કુશલ રાજીમતીએ તરતજ તેનો વિકારી ભાવ દીઠો, એટલે તેના પ્રત્યે કહ્યું-હું ભોગવંશી રાજા ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃણિ સમુદ્રવિજયનો પુત્ર છે. આ કારણથી અનેક પ્રધાન કુલમાં આપણે ગંધન મ હોઈએ! ગંધન કુલમાં જન્મેલા નાગની પેઠે વમેલનું પાન કરનારા ન થઈએ! પ્રજવલિત ચિતામાં ઝંપલાવે પણ અગંધન કુલમાં જન્મેલા નાગ વાત (મેલ) ભોગવવા ઇચ્છે નહિ.