________________
હિતાર્થી પ્રો-ભાગ ૬
૨૮૯
પ્રશ્ન : આ વૃત્તિ કઈ? ને તેના સંક્ષયનું ફળ શું? ઉત્તર : વૃત્તિ બે પ્રકારની છે : (૧) મનોદ્રવ્ય સંયોગજન્ય
વિકલ્પરૂપ. (૨) શરીરસંયોગજન્ય પરિસ્પન્દરૂપ. વિકલ્પરૂપ વૃત્તિ કેવલજ્ઞાન લાભકાળે સંક્ષય પામે છે, ને પરિસ્પન્દરૂપ વૃત્તિ અયોગિ કેવલિકાળે સંક્ષય પામે છે. સર્વોત્કૃષ્ટ એવા આ વૃત્તિસંક્ષય યોગનું ફળ કેવજ્ઞાન, શૈલેશી અવસ્થા અને
મોક્ષપ્રાપ્તિ છે. (દોહરા) યોગમાર્ગના પાત્ર છે, મુમુક્ષુ જોગીજન;
ભવાભિનંદી અપાત્ર છે, નિષ્ફળારંભી અધન્ન. મોક્ષ શું યોજે યોગ તે, શુદ્ધ ધર્મવ્યાપાર; અધ્યાત્મ ભાવના આદિ એ, યોગ પંચવિધ સાર.
शिक्षापाठ १०६ : हितार्थी प्रश्नो} भाग ६ પ્રશ્ન : આમ આત્મદશાના વિકાસરૂપ અધ્યાત્માદિ પંચવિધ યોગ
કહ્યો, તેવી બીજી કોઈ સુંદર યોજના છે ખરી? ઉત્તર : હા, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણ
તબક્કાવાળો યોગ પણ તેવી જ સુંદર રસપ્રદ યોજના છે. પ્રશ્ન : ઇચ્છાયોગનું સ્વરૂપ શું? ઉત્તર : ધર્મ કરવાની ઇચ્છાવાળા, શ્રુતજ્ઞાની એવા જ્ઞાનીનો પણ
પ્રમાદને લીધે જે વિકલ-અસંપૂર્ણ ધર્મયોગ તે ઇચ્છાયોગ. પ્રશ્ન : તે ઈચ્છા કેવી અને કઈ? ઉત્તર : સાચેસાચી, નિર્દભ, નિષ્કપટ, નિર્વાજ, અંતરંગ ઇચ્છા,
રુચિ, પ્રીતિ, ભક્તિભાવ, પ્રશસ્ત રાગ, સાચો રંગ તે ઇચ્છા. અને તે પણ “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની
મોક્ષની ઇચ્છા સિવાય બીજી કોઈ પણ ઇચ્છા નહિ. પ્રશ્ન : ઇચ્છાયોગીના લક્ષણમાં શ્રુતજ્ઞાની વિશેષણ મૂક્યા છતાં
જ્ઞાની' વિશેષણ કેમ મૂક્યું? ઉત્તર : શ્રુતજ્ઞાન-આગમજ્ઞાન હોય છતાં કદાચ તે અજ્ઞાનીપણ હોય,