________________
૨૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७८ : कर्मना नियमो
૧. કર્મ બે પ્રકારના છે : એક તો તેના સ્થિતિ આદિ જે પ્રકારે હોય તે જ પ્રકારે ભોગવ્યે છૂટકો થાય એવા હોય છે. જેમકે–વેદનીય, નામ, આયુ. આદિ અઘાતિ કર્મ. અને ‘બીજાં જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવાં હોય છે.' જેમકે-જ્ઞાનાવરણીય, મોહનીય આદિ ઘાતિકર્મ. એટલે ધાતિકર્મ પુરુષાર્થથી નિવૃત્ત કર્યા છતાં કેવલી ભગવાનને પણ વેદનીયાદિ ચાર અઘાતિ કર્મ તે ભવના અંત પર્યંત અવશ્ય ભોગવવા જ પડે છે. આમ મોહનીયાદિ ચાર ઘાતિકર્મ એક અપેક્ષાએ ખપાવવાં સહેલાં છે, ને વેદનીયાદિ અઘાતિ કર્મ પ્રદેશબંધરૂપ હોવાથી ખપાવવા આકરા છે. મોહનીય કર્મ સર્વથી બળવાન્ છતાં ‘ભોળું પણ છે. જેમ તેની આવણી (વેણ) આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે, તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે.'
"
૨. જિને જીવને પ્રવાહથી અનંત કર્મનો કર્તા કહ્યો છે. પણ મોહનીયનો ઉત્કૃષ્ટ બંધ સીત્તેર કોડાકોડીનો થાય, તેનું રહસ્ય એ છે કે ‘જો અનંતકાળનું બંધન થતું હોય, તો પછી જીવનો મોક્ષ ન થાય. તેમજ, આયુષુ કર્મ માટે એવો નિયમ કહ્યો છે કે–‘એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ્ય છે, તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય બાંધે, તે પ્રથમ બાંધે નહીં. અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહિ એવી સ્થિતિ છે. આમ જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.' અર્થાત્ જીવ કોઈ પણ ભવમાં અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કુરાવી છૂટવા ધારે તો છૂટી શકે, એમ જીવના પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડયો છે.
૩. માટે ‘જીવમાં જાગ્રત અને પુરુષાર્થ જોઇએ.' કર્મબંધ પડયા પછી પણ તેમાંથી છૂટવું હોય તો અબાધાકાલ સુધીમાં છૂટી શકાય.
જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૭, ૪૨૨, ૭૫૩, ૭૯૩, ૮૬૪ આદિ.
*