________________
૧
જિનાગમસ્તુતિ
शिक्षापाठ ३३ : जिनागमस्तुति (રત્નમાલા) જય જિનવાણી! જય ગુણખાણી!
અમૃત સમાણી વિબુધપ્રમાણી! સકલ જીવોને અભયપ્રદાની! આત્મકલાની અવિકલ ઠાણી! આપ્ત પ્રણીતા! જિનવર ગીતા! ભવભયભીરુ ભૂત સુહિતા! કર્મ વિજેતા! ધર્મ જનેતા!
શુદ્ધ વિમુકિત માર્ગ પ્રણેતા! (માલિની) જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું,
ગણધર હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતી શ્રુતગંગા રક્ષજે તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મભ્રાંતિ હતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરંતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખજનની તે વંદું જિનેંદ્ર વાણી. જિન વચન સુધાંશુ શાંતિ સુધા સેવે છે, વિમલ વિમલ જ્યોત્સના જ્ઞાનની વિસ્તરે છે; સુમન મન ચકોરો તત્ર આનંદ પામે,
ભવિજન કુમુદોનો પૂર્ણ ઉબોધ જામે. (મંદાક્રાંતા) સૂત્રો જેમાં અમલ જલ છે અર્થગંભીર મીઠાં,
સિદ્ધાંતોના પ્રબલ ઉછળે જ્યાં તરંગો ગરીઠા; દેખીને જ્યાં ગણગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત,
ચારુ એવો શ્રત જલનિધિ વર્ણવા કોણ શક્ત? (શિખરિણી) નિશા દોષો ટાળી જગતજનને જાગ્રત કરી,
કરી જ્ઞાનોદ્યોત પ્રબલ તમ મોહાત્મક હરી; પ્રકાશે છે લોકે જિન વચનરૂપી દિનપતિ, સ્કુરતો સત્ તેજે કુમતિ ગ્રહને દુઃસહ અતિ
૪