________________
પ્રશાવબોધ મોક્ષમાળા
ભાવે કરે છે. પછી દેહચિંતાદિ પ્રાત:વિધિ આટોપી, શાંત ચિત્તે યથાવકાશ સ્વાધ્યાય–પ્રભુભક્તિ આદિ આવશ્યક ધર્મકર્તવ્યમાં લીન થાય છે. પછી સંસાર આદિ પ્રયોજન અંગે જે કંઈ કર્તવ્ય હોય તે નિરાસક્ત ભાવે કરે છે. ભોજનાદિ વિધિથી નિવૃત્ત થઈ, પોતપોતાના વ્યવસાયમાં નીતિપરાયણ રહી પ્રમાણિકપણે પ્રવર્તે છે. વચ્ચમાં અવકાશ પ્રમાણે ધર્મધ્યાન, જ્ઞાનારાધન, ભક્તિ આદિ આત્મહિતકર સલ્કિયાનો બને તેટલો લાભ લેવા ચૂકતો નથી. ખાસ કરીને સંધ્યાસમયે તે નિવૃતિને વિશેષપણે ભજે છે. પૂર્વે અભ્યાસેલ વિષયોનું પરાવર્તન, સદ્ભક્તિ, ક્ષમાપના આદિનો નિત્યક્રમ યથાયોગ્યપણે સાચવી સમાધિભાવે શયન કરે છે. આમ આત્માર્થસાધક ધર્મક્તવ્ય માટે નિયત સમય રાખી તે ચોક્કસ કુરસદ મેળવે છે; પણ પ્રમાદી આળસુઓની જેમ તે ધર્મકાર્ય માટે ફુરસદ નથી એવા ખોટા ન્હાના કાઢતો નથી કે મિથ્યા આલંબનો પકડતો નથી.
આમ આત્માર્થી મુમુક્ષુ તો પોતાના મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃતિને સર્વથા શુદ્ધ કરી નિયમિત કરી નાંખે છે. કારણકે પરભાવથી મુક્ત થઈ આત્મા સ્વરૂપમર્યાદામાં આવવારૂપ પારમાર્થિક નિયમિતપણું પામે એ જ આ આત્માર્થીનો આદર્શ હોય છે. અને એ જ એક ધ્યેયની સિદ્ધિમાં આ પ્રાજ્ઞજનનું પરમાર્થમય જીવનચક, ઘડીયાળના કાંટાની જેમ, નિયમિતપણે ચાલ્યા કરે છે. (ત્રોટક) નિયમિતપણે ગ્રહચક્ર ફરે, નિયમિત બધું જગચક ઠરે;
નિયમિતપણે ઘટિચક પરે, જન પ્રાજ્ઞનું જીવનચક્ર ખરે!