________________
૪૨
પ્રશાવબોધ કથામાળા કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશે શુદ્ધ પ્રેક્ટ મૂર્તિમાનું ચૈતન્ય ધાતુમય હોવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિ:પ્રયાસપણે નિરંતર વર્તી રહ્યા હોવાથી તે ‘સહજાત્મસ્વરૂપ” છે. ઈત્યાદિ અનેક યથાર્થ તત્ત્વવાચક નામથી આ પરમાત્મા ઓળખાય છે.
આવો આ અતીન્દ્રિય પરમાત્મા વેદોથી કે શાસ્ત્રોથી કે ઇંદ્રિયોથી જાણ્યો જતો નથી, પણ તે માત્ર યોગિગમ એવો નિર્મલ ધ્યાનનો જ વિષય છે. એટલે ઇંદ્રિયરામી એવો બહિરાત્મા આ પ્રભુનું ધ્યાન પામવાનો અધિકારી નથી, પણ આત્મારામી એવો અંતરાત્મા યોગી જ યોગ્ય અધિકારી છે. કારણકે જ્યાં સુધી સ્ફટિકની જેમ ચિત્તની નિર્મલતા થાય નહિ, ત્યાં સુધી પરમાત્મસ્વરૂપનું ધ્યાન દ્વારા સ્પર્શન અર્થાત્ સમાપત્તિ થાય નહિ. પત્થરમાં કે મલિન દર્પણમાં જેમ છાયા (પ્રતિબિંબ) ન પડે, તેમ રાજસી-તામસી વૃતિથી મલિન ચિત્તમાં પણ ધ્યેય એવા પરમાત્માની છાયા ન પડે. પણ સાત્ત્વિક ચિત્તરત્ન જ્યારે ક્ષણવૃત્તિવાળું નિર્મલ સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ થઈ જાય, ત્યારે જ તેમાં પરમાત્માની છાયા પડે, તદ્રુપતાપત્તિરૂપ સમાપતિ થાય. દીપકને ઉપાસી વાટ જેમ દીવો બને છે, તેમ પરમાત્માના ઉપાસનથી ઉપાસક આત્મા પોતે ઉપાસ્ય એવો પરમાત્મા થાય છે. મરીનું ધ્યાન ધરતાં ઇયળ જેમ ભમરી બને છે, તેમ પરમાત્માના તન્મય એકાગ્ર ધ્યાનથી અંતરાત્મા પરમાત્મા થાય છે.
તાત્પર્ય કે-બહિરાત્મપણે ત્યજી દઈ, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, “હું છું તે પરમાત્મા છું ને પરમાત્મા છે તે હું છું” એવું અભેદ ધ્યાન ધરવું, તે જ સમાપત્તિનો વિધિ છે, તે જ આત્મઅર્પણનો દાવ છે. અવિકાર એવા નિર્મલ દર્પણમાં જેમ પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં જ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, પ્રતિબિંબ પડે છે, સમાપત્તિ થાય છે, અર્થાત્ તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. અને ત્યારે તેના પરમ ધન્ય