________________
ત્રણ આત્મા-ભાગ ૨
शिक्षापाठ १७ : त्रण आत्मा } भाग २
અને આ મુમુક્ષુ જોગીજન અનંતસુખ સ્વરૂપ એવા જે મૂળ શુદ્ધ તે આત્મ પદ’ ને ઈચ્છે છે, ઇચ્છે છે જે જોગી જન,” તે જ પરમાત્મા છે. આ પરમાત્મા તે શુક્લ એવા ધ્યાનઅગ્નિ વડે કર્મકલંકનું દહન કરી “નિત્ય નિરંજન જ્ઞાનમય” થયેલા પરમ આત્મા છે. જ્ઞાનાનંદથી પૂર્ણ પાવન એવા આ આંનદઘન ભગવાન ગણગણરત્નના અગર છે. એના અનેક ગુણનિષ્પન્ન નામે પ્રસિદ્ધ છે. જેમકે
સકલ કર્મમલથી રહિત હોવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ દર્શનજ્ઞાનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વર્જિત એવા એક અતિ શુદ્ધ જ્ઞાયક સ્વભાવના પ્રગટપણાથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથક અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઇશશાસનકર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગતના બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપનો જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે.
અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલક્ષી તેને સ્વયંવરી હોવાથી તે શ્રીમદ્ રમાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપ-કલ્યાણ સ્વરૂપ હોવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શર્કર-આત્મસુખકર હોવાથી તે શંકર છે. જ્ઞાન વડે સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મક્લેશ હરનારા હોવાથી તે હરિ છે. પરમ બ્રહ્મજ્ઞપાણાથી તે પરંબ્રહ્મ છે. સજ્જ જગતની પરમ પૂજાના પરમ પાત્ર હોવાથી તે અહેતુ છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ