________________
૨૩૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અપ્રતિપાતિ જ હોય. મનોગત ભાવ જાણનારા મન:પર્યવનું ક્ષેત્ર અવધિ કરતાં ઓછું છતાં વિશુદ્ધિ અધિક હોય છે. અવધિજ્ઞાન સંયત વા અસંયતને સર્વ ગતિમાં હોય, મન:પર્યવ તો સંત એવા મનુષ્યને જ હોય, અન્યને નહિ. અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યમાં અસર્વ પર્યાયોમાં હોય, મન:પર્યાયનો વિષય તેના અનંતમા ભાગમાં હોય. અને (૩) નિર્વિકલ્પ, નિરાવરણ એવા કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યોમાં ને સર્વ પર્યાયોમાં હોય અર્થાત નિર્વિકલ્પ, નિરાવરણ, કેવલ શુદ્ધ એવું કેવલજ્ઞાન સર્વભાવગ્રાહક, લોકાલોકપ્રકાશક છે. ‘આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવલજ્ઞાન મુખ્યપણે છે. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિક પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવલજ્ઞાન છે.” . આમાં “મતિ આદિ ચાર જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.’ આ મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનમાં આત્મજ્ઞાન સર્વત્ર વ્યાપક છે. કારણકે જ્યાં આત્મજ્ઞાન (સમ્યગુદર્શન) નથી તે જ્ઞાન અજ્ઞાનરૂપ છે; આત્મજ્ઞાન રહિત એવા મતિ-શ્રુત-અવધિને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન કહ્યા છે તેનું રહસ્ય એ જ છે. માટે જ્યાં આત્મજ્ઞાન છે તે જ જ્ઞાન છે. જેમ જેમ મોહનાશ થઈ આત્માની ચારિત્રશુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્માનો બોધપ્રકાશ વધતો જઈ આ જ્ઞાનવિકાસ થતો જાય છે. યાવત્ મોહનો સર્વનાશ થતાં રાગદ્વેષ ક્ષય થયે, જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત અથવા આખ્યાત છે, તેવું શુદ્ધ આત્મસ્વભાવ રમણતારૂપ “યથાખ્યાત' વીતરાગ ચારિત્ર પ્રગટતાં કેવલજ્ઞાન ઉપજે છે. અર્થાત જ્યાં કેવલ, શુદ્ધ, અદ્વૈત આત્માનો અખંડ અનુભવ વર્તે છે એવી કૈવલ્ય જ્ઞાનદશા પ્રગટે છે. કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન: કહિયે કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'
આ કેવલ જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે, અર્થાત્ આત્મા કેવલ જ્ઞાનમય છે. “ચંદ્ર છૂપે નહિ બાદલ છાયો,” તેમ આ