________________
સૂક્ષ્મ તત્વ પ્રતીતિ
૨૦૫
જીવનો માત્ર વ્યવહાર નયથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. રાગ-દ્વેષાદિ ભાવકર્મ સાથે અશુદ્ધ નિશ્ચયથી પરિણામ-પરિણામી સંબંધ છે, પણ શુદ્ધ નિશ્ચય નથી તો આ આત્મા સર્વ કર્મíકપંકથી રહિત એવો શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે.
વળી જેમ ભીંત બહાર લગાડેલી ખડી ભીંતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, જૂદી છે, એટલે ખડી ભીંતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય જ્ઞય છે, પણ તે જ્ઞાયક શેયથી બાહ્ય છે, જૂદો છે, એટલે તે જ્ઞાયક કાંઈ જ્ઞય એવા પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયક ને જ્ઞાયક જ રહે છે, કારણકે એ જ એનો સ્વભાવ છે. અને આમ જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી,- વિશ્વપ્રકાશક ‘ચંદ્ર ભૂમિરૂપ થતો નથી તેમ.” આમ જ્ઞાયક સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ શેયને જાણે છે; તથાપિ પરમાર્થથી આ સર્વ બાહ્ય પરભાવો સાથે આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે; તે પરભાવને વિષે આત્મબુદ્ધિરૂપ અહેવ-મમત્વ જન્ય રાગાદિ તે છોડી દીએ, એટલે તે પરમાર્થથી મુકત જ છે. (દોહરા) દેહથી ભિન્નભિન્ન નિત, પરિણામી આત્મામાં જ,
બંધ મોક્ષ આદિ ઘટે, ઘટે અન્યથા ના જ. જ્ઞાયક અંતર્ જ્યોતિ આ, સર્વ તત્ત્વનું તત્ત્વ; બાહ્ય જ શેય જગત બધું, તેમાં કેમ મમત્વ? જ્ઞાયક આત્મ જાણે સહુ, તે જાણે સહુ જાણ; જ્ઞાન કુવારો છોડી કાં, શેય કણે મતિ આણ? ખડી ઉજાળે ભીંતને, ખડી ભીંતની નો'ય; ચંદ્ર પ્રકાશે ભૂમિને, ભૂમિ ચંદ્રની નો'ય.