________________
અવિરતિ
એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન્ ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સાચા રૂપીઆની જેમ સર્વથા માન્ય સ્વીકાર્ય છે. અર્થાત્ દ્રવ્યથી તેમજ ભાવથી જે અવિરતિ છે, અને ભાવથી વિરતિ નહિ છતાં જે દ્રવ્યથી વિરતિ છે,-એ બે મિથ્યાદષ્ટિ પ્રકારોની સાધુપણામાં ગણના જ નથી. પણ દ્રવ્યથી તેમજ ભાવથી જે વિરતિ છે, અને દ્રવ્યથી વિરતિ નહિ છતાં ભાવથી જે વિરતિ છે,-એ બે સમ્યગ્દષ્ટ પ્રકારોની જ સાધુપણામાં ગણના છે.
૧૭૯
આ ઉપરથી એ ફલિત થાય છે કે બાહ્ય વિરતિ એ કાંઈ સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ નથી, પણ અંતર્થી મોહભાવ છૂટવારૂપ આત્યંતર વિરતિ એ જ સાચા સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ છે. અર્થાત્ જેમ જેમ કષાયરૂપ વિભાવ ઘટે ને આત્મસ્વભાવસ્થિરતા વધે, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ સાચું ભાવસાધુપણું પ્રગટે છે. પણ જ્યાંલગી અંદરથી મોહભાવરૂપ મિથ્યાત્વશલ્ય નિકળ્યું નથી, ત્યાંલગી વાસ્તવિક વ્રતીપણું કે સાધુપણું ઘટતું નથી. કારણકે “કંચુકત્યાગથી ભુજંગ નિર્વિષ થતો નથી,” તેમ અંતર્ગત મોહ-મિથ્યાત્વ વિષ નીકળ્યા વિના બાહ્ય ત્યાગ માત્રથી આત્મા નિર્વિષ થતો નથી. ‘મિથ્યાત્વરૂપી પાડો જે અનંતાનુબંધી કષાયે અનંતા ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી બાહ્ય વ્રતથી કેમ ડરે ?' અર્થાત્ અવિરતિના મૂલરૂપ મિથ્યાત્વ ટળે નહિ, ત્યાંસુધી અંતર્થી અવિરતપણું જાય નહિ અને વાસ્તવિક વિરતિપણું આવે નહિ. એટલે જ મિથ્યાદષ્ટિ જીવ દ્રવ્યથી સર્વવિરતિ હોય તોપણ ભાવથી અવિરત હોઈ પ્રથમ ગુણસ્થાને છે; અને સમ્યગ્દષ્ટ જીવ દ્રવ્યથી અવિરતિ હોય તોપણ ચતુર્થાદિ ગુણસ્થાને છે. આમ દ્રવ્યથી અવિરતિ એવો સભ્યષ્ટિ પણ દ્રવ્યથી સર્વવિરતિ એવા મિથ્યાદષ્ટિ કરતાં ગુણસ્થાનસ્થિતિમાં અનંતગણો મહાન્ છે, તોપછી અવિરતિ મિથ્યાદષ્ટિ કરતાં તો તે અનંત અનંતગણો મહાન્ હોય એમાં પૂછવું જ શું?
કારણકે અવિરતિ મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટ એ બન્નેમાં આકાશપાતાલનું અંતર છે. સમ્યગ્દષ્ટ પુરુષ સર્વ