________________
૧૮૦
પ્રશાવબોધ મોક્ષમાળા
હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. એટલે ભલે કદાચ પૂર્વ કર્મઉદયથી તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, તોપણ આ વસ્તુ ચોક્કસ છોડી દેવા યોગ્ય છે અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કાંઈ પણ ફેર પડતો નથી. કર્મદોષ વશે ક્વચિત તેમ કરવાની પોતાની અશક્તિ – નિર્બળતા હોય, તો તેને માટે પણ તેને નિરંતર ખરેખરો આત્મસંવેદનમય તીવ્ર ખેદ રહે છે કે–અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ આદરી શકતો નથી. આમ સમ્યગુદર્શનરૂપ વેદ્યસંવેદ્ય પદના અનુભવનથી તે જ્ઞાનીના અંતમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તેવો સંવેદનરૂપ અંતર્ભેદ હોતો નથી. આમ જ્ઞાની-અજ્ઞાનીની દષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. અત્રે અવિરતિ છતાં લાયક સમદષ્ટિ એવા શ્રીમાનું શ્રેણિક મહારાજનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે, ભાવથી જોઈએ તો તેવા સમગૃષ્ટિ જ્ઞાની પુરુષો અંતથી મોહ છૂટો હોઈ અંતરાત્માથી પરભાવની આસકિતથી વિરામ-વિરતિ પામ્યા જ હોય છે.
આમ સર્વત્ર ભાવવિરતિનું જ મુખ્યપણું છે. છતાં દ્રવ્ય અને ભાવ વિરતિનો સુમેળ મળે તે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. એટલે ભાવના લક્ષપૂર્વક ને ભાવના કારણરૂપ થાય એવી દ્રવ્ય વિરતિ પણ પ્રશસ્ત ને ઉપકારી હોઈ, તેનું અત્રે યથાયોગ્ય સ્થાન છે જ. માટે ચારિત્રમોહનીયરૂપ મોહભાવનો જ્યાં અભાવ વર્તે છે એવી સમ્યગદર્શન સંયુક્ત સર્વવિરતિ જ સુપ્રશસ્ત છે. દ્રવ્યથી અને ભાવથી તેવી વિરતિ કર્યો જ છૂટકો છે. કારણકે જ્યાંલગી જીવ વિરતિ કરતો નથી, ત્યાંલગી અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે, તે પાપ ચાલ્યું આવે છે. પાંચ ઇંદ્રિય અને મનનું અસંયમન, તથા પાંચ સ્થાવર અને વ્યસનું હિંસન-એમ અવિરતિપણું બાર પ્રકારનું છે. એવો સિદ્ધાન્ત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી,' ત્યાંસુધી સમસ્ત એવા ચૌદ રાજલોકમાં તેની પાપક્રિયા ચાલી આવી અવિરતિપણાનું પાપ લાગે છે. દાખલા તરીકે-કોઈ જીવ જેનાથી પાપક્રિયા થયા કરે એવું અધિકરણ-પાપયુક્ત