________________
અવિરતિ
પદાર્થ યોજી મરણ પામે, તો જ્યાંલગી મોહભાવ મૂકી વિરતિ ન કરે ત્યાંલગી તેને અવ્યક્તપણે તેની પાપક્રિયા લાગ્યા કરે; મોહ મૂકી વિરતિપણું કરે તો તે પાપક્રિયા બંધ થાય.
૧૮૧
આમ ‘મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્ર મોહનીયની ક્રિયા બંધ પડે છે, તે પહેલાં બંધ પડતી નથી.’ કારણકે ઉપરમાં કહ્યું તેમ મિથ્યાત્વ હોય ત્યાંસુધી અવિરતિપણું નિર્મૂળ થાય નહિ, પણ મિથ્યાત્વ ટળે તો અવિરતિપણું જાય જ. એટલે ‘મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાંસુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી’ અને આમ અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી ક્વચિત ઉદયાધીનપણે બ્રાહ્મ વિરતિપણું ન આદરી શકે, તોપણ ઉદય વીત્યે સહેજે બાહ્ય વિરતિ પણ પામે છે.
(દોહરા) મોહભાવ અંતર્ છૂટયે, સાચી વિરતિ છાપ; સાધુપણાનું માપ એ, દ્રવ્યલિંગ ના માપ. દ્રવ્યથી વિરતિ ભાવથી, વિરતિ વિરતિ સાવ; દ્રવ્યથી અવિરતિ ભાવથી, વિરતિ વિરતિ ભાવ. દ્રવ્યથી વિરતિ ભાવથી, અવિરતિ અવિરતિ ભાવ; દ્રવ્યથી અવિરતિ ભાવથી, અવિરતિ અવિરતિ સાવ. પાપક્રિયા લાગ્યા કરે, જ્યાંલગી અવિરતિ હોય; જ્યાંલગી અવિરતિ ત્યાંલગી, અધ્યાતમ ક્યમ સ્હોયં?