________________
અહિંસા અને સ્વચ્છંદતા
બ્હાને અહિંસા અંગે જે વિચિત્ર કલ્પનાતરંગો પ્રવર્તે છે, તેમાં પણ સ્વચ્છંદની પરાકાષ્ઠા જ દેખાય છે. જેમકે
૨૫૩
ધર્માર્થે હિંસનમાં દોષ નથી એમ ધર્મમુગ્ધ હૃદયવાળા કોઈ યજ્ઞાદિ નિમિત્તે અનેક નિર્દોષ સત્ત્વોને હણે છે. (૨) દેવોને સર્વ કંઈ દેવા યોગ્ય છે, એવા દુર્વિવેકથી કોઈ દેવદેવીને બલિદાન ધરે છે. (૩) પૂજ્ય ઋષિ આદિ અતિથિ નિમિત્તે ધેટા આદિની ઘાતમાં કાંઈ પણ દોષ નથી, એવી દુર્બુદ્ધિથી કોઈ અતિથિ અર્થે હિંસા કરે છે. (૪) વનસ્પતિ જન્ય આહારમાં તો અનેક પ્રાણીની હિંસા થાય છે, એના કરતાં તો એક પ્રાણીના ઘાતથી ઉપજતો માંસાહાર સારો, એમ યુક્તિથી કોઈ મહાસત્ત્વની ઘાતમાં પ્રવર્તે છે. (૫) આ એક હિંસક પાપી જીવના પ્રાણહરણથી ઘણા જીવોની રક્ષા થશે અથવા આ પાપી પ્રાણી પાપ ઉપાર્જતો અટકશે, એવી દુર્બુદ્ધિથી કોઈ હિંસ સત્ત્વોનું હિંસન કરવા ઇચ્છે છે અને પોતે જ હિંસ બને છે! (૬) આ અશ્વ-ગાય આદિ બહુ દુ:ખી પ્રાણીઓને મારી નાંખવામાં આવતાં એમના દુ:ખનો એકદમ અંત આવશે, એવી દુર્વાસનાથી કોઈ દુ:ખાત્ત જીવોને હણવા ઇચ્છે છે. (પુરુષાર્થસિદ્ધિઉપાય) ઇત્યાદિ અનેક પ્રકારના કુતર્કોથી અહિંસા બાબત. સ્વચ્છંદે પ્રવર્તતા દુર્બુદ્ધિજનો પોતાની બુદ્ધિનું દીવાળું દાખવે છે.
આમ અહિંસા ધર્મને ભૂલી હિંસામય સ્વચ્છંદ આચરણ કરી રહેલા જગતને દેખી પરમકૃપાળુ સંતજનોનો અંતરાત્મા પોકારી ઊઠે છે-હે હિંસા! લોકો ત્હારૂં આટલું બધું તર્પણ કરે છે, છતાં હારૂં ખપ્પર હજુ કાં ભરાતું નથી? અનેક અનર્થકારક ધર્મમતોએ તને અનુકૂળ વિધાન કરી, અનાડીને ઉત્તેજન આપી ત્હારો નિધાન વધાર્યો, તોપણ હે હિંસા! ત્હારૂં ખપ્પર કાં ભરાતું નથી? રસલોલુપના સ્વાદને પોષવા અનંત નિર્દોષ પ્રાણીઓને નિઘૃણ નરપશુઓ રેસે છે, તોપણ હે હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? મૃગયા અર્થે મૃગ જેવા ભીરુ તૃણમુખ પ્રાણીઓને હણતાં કોઈ શૂમન્યો મલકાતાં ત્હારો ઉત્સવ ઉજવે છે, તો પણ હું હિંસા! ત્હારૂં ખપ્પર કાં ભરાતું નથી? જાલિમ