________________
પાંચ પરમ પદ વિશે વિશે વિચાર-૧
૧૭૩
વ્યકિત કરતાં ચઢીયાતો એવો અતિશયવંત ગુણ વર્તે છે. કેવલજ્ઞાનકેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ સર્વદર્શીનો જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતો અસાધારણ વર્તે છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એવો શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો હોવાથી એમનો પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વર્તે છે. અને દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષા વર્ષોવી જગતજીવોનું પરમ કલ્યાણ કરતા હોવાથી એમનો વચનાતિશય ગુણ સર્વોત્કૃષ્ટ વર્તે છે. અને આ અહંતોમાં પણ જેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે એવા તીર્થકર ભગવંતોનો પરમ પુણ્યપ્રભાવ તો અષ્ટ પ્રાતિહાર્ય આદિ બાહ્ય વિભૂતિઓથી ઓર વિશેષ આશ્ચર્યકારી અને પરમ અભુત વર્તે છે. આ તીર્થકર ભગવંતો જગતને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સંસ્થાપન કરી, શુદ્ધ ધર્મચક્રના પ્રવર્તન વડે પરમ લોકોપકાર કરે છે. આવા વિશ્વકલ્યાણકારી વિશ્વવંદ્ય અહંત ભગવંતોને સંત કવિજનોએ મહાવૈઘ, મહાગોપ, મહામહાણ, નિયામક, સાર્થવાહ આદિ યથાર્થ ઉપમાઓ આપી એમનો મહામહિમા સંગીત કર્યો છે.
જે “શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે બિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન” તે બીજું સિદ્ધ પદ, અહંત ભગવંતો જ આયુના અંતે વેદનીયાદિ ચાર શેષ કર્મનો સંક્ષય કરી, અયોગી અવસ્થા પામી દેહ રહિત એવા સિદ્ધ થાય છે; ત્યાં મન-વચન-કાયાના યોગની ને કર્મની સર્વ વળગણાઓ છૂટી જાય છે; સકલ પુદ્ગલ સાથેનો સંબંધ તૂટી જાય છે; એક પરમાણુમાત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી; અને પૂર્ણ કલંક રહિત આત્માની શૈલેશ મેરુ જેવી નિષ્કપ અડોલ અવસ્થા પ્રગટે છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ નષ્ટ કર્યા હોવાથી એમને આ અષ્ટ આત્મગુણ સ્પષ્ટપણે વર્તે છે : અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અમૂર્તત્વ, અક્ષય સ્થિતિ, અગુરુલઘુત્વ, અનંતવીર્ય. એટલે એક શુદ્ધ આત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ પણ છે નહિ એવી અનન્યમય, શુદ્ધ નિરંજન ચૈતન્યમય, અગુરુલઘુ, અમૂર્ત એવા સહજ પદરૂપ આત્માની જ્યાં પૂર્ણ સિદ્ધિ થઈ છે, એવી સિદ્ધ