________________
અધ્યાત્મ
૧૮૫
ભક્તિ અવલંબને કરવાની હોઈ મુખ્યપણે ભક્તિપ્રધાન છે. એટલે સ્વાભાવિક અધ્યાત્મણીએ ચઢવાનું તે ઉત્તમ નિમિત્ત સાધન છે. - તેવા ભક્તિરૂપ અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે; પણ પૂર્ણ અધ્યાત્મયોગની પરાકાષ્ઠાને પામી, જે સહજ એવી મુક્તિ ગતિને પામ્યા છે, એવા સાક્ષાત્ સહજત્મસ્વરૂપી અહસિદ્ધ ભગવંતના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. એક્લા નિરાલંબન અધ્યાત્મસ્વરૂપ ચિંતનમાં સ્વચ્છંદતા, શુષ્કતા, ઉન્મત્તપ્રલાપતા, કૃત્રિમતા આદિ અનેક દોષરૂપ ભયસ્થાનો રહેલા છે; પણ ભગવદ્ભક્તિના પુષ્ટ આલંબનથી તેવા કોઈ પણ દોષની સંભાવના નથી હોતી; અને આત્મા સ્વાભાવિક એવી આધ્યાત્મિક ગુણશ્રેણીએ આરોહણ કરતો જાય છે. અંતમાં ગમન કરવારૂપ અંતર્યામિપણું આદરી જે અંતના જાણનાર અંતર્યામિ થયા છે,-એવા આદર્શરૂપ પ્રભુના અવલંબનથી આત્મા અંતમાં ગમન કરવારૂપ અંતયમિપણાની પ્રેરણા પામે છે. આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દોષરૂપ પતનસ્થાનો (Pitfalls) હોતા નથી; એટલું જ નહિ પણ ભક્તિપ્રધાનપણે વર્તતાં, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી સહજ અધ્યાત્મ દશા પ્રગટે છે, અને જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ અધ્યાત્મ ગુણસ્થાનો સ્પર્શ પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. (દોહરા) જ્યાં જ્યાં મોહ ઘટે અને, વાધે બોધ પ્રકાશ;
ત્યમ યમ અધ્યાત્મ શ્રેણીએ, ચઢતાં આત્મવિકાસ. અંતર્યામી પ્રભુ તણા, ભક્તિ તણે અવલંબ; અંતર્યામી જીવ લહે, સહજ અધ્યાતમ અંબ.