________________
૧૮૪
પ્રશાવબોધ મો માળા
ભાવમાર્ગ છે. આવા અધ્યાત્મમાર્ગનું જ્યાં મુખ્યતાએ આત્માને પુરસ્કૃત કરી કથન કર્યું છે તે અધ્યાત્મ શાસ્ત્ર છે. એ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મ રસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ગર્દભે વહેલા ચંદનભારની જેમ ભારરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રનો પાર પામીને વિદ્વાનવિબુધ થયો હોય, પણ અનુષ્ઠાન કરવા યોગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્ત્વ ન જાણ્યું, તો તે અજ્ઞાની જ કહેવાય છે. વિબુધોએ દિવોએ) મંદર પર્વત વડે સાગરમંથન કરી સારભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી એમ પુરાણોક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ તો વિબુધો (વિદ્વજનો) અધ્યાત્મશાસ્ત્રરૂપે મંદરાચલ વડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્ત્વરત્ન ખોળી કાઢી પરમ અમૃતરૂપ આત્મતત્ત્વને ન પામે, તો તે તેમનું વિબુધપણું પણ અબુધપણારૂપ જ છે. નામ અધ્યાત્મી, શબ્દ અધ્યાત્મી ને દ્રવ્ય અધ્યાત્મીનો જગતમાં સુકાળ છે, પણ ભાવ અધ્યાત્મીની વિરલતા છે. એટલા માટે જ શ્રી આનંદઘનજી જેવા જ્ઞાની પુરુષો પોકારી ગયા છે કે-“નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે.” તાત્પર્ય કે માત્ર શુષ્ક વાત કરવારૂપ શબ્દ અધ્યાત્મ છોડી, આત્માર્થી મુમુક્ષુએ શબ્દનયે યથાર્થ એવું તથારૂપ આત્મપરિણમનરૂપ ભાવ અધ્યાત્મ ભજવા યોગ્ય છે.
અને નિજ સ્વરૂપના સાધક એવા આ ભાવઅધ્યાત્મના માર્ગે ચઢવા માટે પડું આવશ્યકાદિ આત્મપરિણતિમય અધ્યાત્મક્રિયા પરમ ઉપકારી છે. કારણકે પૂર્વ દોષના તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક જેમાં પરભાવ-વિભાવનું પ્રત્યાખ્યાન કરી, સ્વભાવમાં પ્રતિપાછું કમણ-ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરવાનું હોય છે, અને આ
સ્વભાવમાં સમવસ્થિતિરૂપ સામાયિક કરી જેમાં દેહ છતાં દેહાતીત દશાનો અનુભવ, અનુભવ કરવારૂપ કાયોત્સર્ગ કરવાનો હોય છે, એવી આ ષડું આવશ્યક ક્રિયા, આત્મારામ વીતરાગ સદ્ગુરુના ચરણશરણના આશ્રયે અને પ્રગટ પરમાત્મસ્વરૂપ વીતરાગ સદેવના