________________
મૌન
૧૦૩
આરોહણ કરતો જાય છે. કારણકે અલ્પ ગુણોને પણ જે સમકપણે આરાધે છે, તે પછી ઘણા ગુણોની આરાધનાને પણ યોગ્ય થાય છે, અને અનુક્રમે ચારિત્રમોહનો ક્ષય કરી, તે સર્વવિરતિ ધર્મરૂપ મૌનમુનિપણું અંગીકાર કરવાને પણ યોગ્ય બને છે. (દોહરા) સમ્યગદર્શન મૂલ આ, દેશધર્મ સાધત;
ચારિત્રધર્મ પવિત, પદે પદે ય ચઢત.
શિક્ષાપડ ૪૦ : મન મૌન શબ્દના અનેક અર્થ થાય છે. મૌન એટલે ન બોલવું, સાવધ વચન ન ઉચ્ચારવું. મૌન એટલે મુનિપણું. મૌન એટલે મન-વચન-કાયાનું સંયમન. મૌનનો આ પ્રત્યેક અર્થ સમર્થ છે ને તે પરસ્પર સંબઇ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે. આમ વાણીનું મૌન એ જ માત્ર મૌન નથી, પણ મન-કાયાનું મૌન પણ મૌન છે. સાવધ વચન ન ઉચ્ચારાતાં ગૂપચૂપ રહેવું તે વાણીનું મૌન. જ્યાં ત્યાં વિક્ષેપ ન પામતાં મનમાં વિકલ્પનું ન ઊઠવું તે મનનું મૌન. વિષયોમાં ન પ્રવર્તતાં ઇંદ્રિયોનું છાનુંમાનું બેસી રહેવું તે કાયાનું મૌન. અને સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૂંગા થઈ જઈ આત્માનું સ્વભાવમાં ગુપ્ત રહેવું તે સર્વોત્કૃષ્ટ એવું આત્માનું મૌન.
આત્માની ઘણી શકિત નિપ્રયોજન વાણી દ્વારા વેરણછેરણ થઈ વેડફાઈ જાય છે. પાણીની ચકલી જેમ અનિયંત્રિતપણે વાણી ખૂલ્લી મૂકવાથી આત્માનું ‘પાણી’ નકામું વહ્યું જાય છે. છબસ્થ અવસ્થામાં જાણે-અજાણે હિંસામય, અસત્યમય, સાવદ્યમય, પાપમય કે એકાંતમય વચન રખેને ઉચ્ચરાઈ જાય, એટલા માટે ઉપયોગ રાખી, વિચારવાનું જીવ જેમ બને તેમ અલ્પભાષી થઈ ભાષાસમિતિ સાચવે છે. અત્રે ભગવાન મહાવીરનું જેમ સાડા બાર વર્ષ જેવા દીર્ધકાળ સુધીનું અનન્ય મૌન ઉત્તમ દષ્ટાંતરૂપ છે. શ્રીમહાવીરને પગલે વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું ‘પરમાર્થ મૌન' પણ સુપ્રસિદ્ધ