________________
૧૦૪
પ્રશાવબોધ મોક્ષમાળા
છે,–જેમનું આ અંગે ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે- “નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીના ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. વિચારીને, યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. કોઈપણ મહાપુણ્યને જોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણે પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે.'
મુનિપણારૂપ જે મૌન છે તે પરથી પણ આ જ પરમાર્થ ફલિત થાય છે. કારણકે જે સમ્યકત્વ છે તે મૌન (મનિપણું) છે ને મૌન છે તે સમ્યકત્વ છે. “નં સંમંતિ પાસદ તે મોતિ પાસદ, મોતિ પાસદ તે સંમંતિ પાસદા' એ શ્રી આચારાંગનું પ્રસિદ્ધ સૂત્ર છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે.” આમ આત્માનુભવરૂપ આત્મજ્ઞાનનો ને મુનિમણારૂપ મૌનનો ગત-પ્રયાગત સંબંધ છે. અને વસ્તુગતે વસ્તુરૂપ જે આત્માનુભવ છે તે તો અવાઓ છે, જ્યાંથી વાણી મૌન થઈ પાછી વળે છે, “યતો વાવો નિવસ્વૈત ' એટલે સમ્યક બોધિ પામેલો જે આત્મજ્ઞાની મુનિ છે, તે પ્રાપ્ત બોધિલાભનો નિજ અભ્યાસ સ્થિર કરવા માટે અને આત્મસમાધિ દશા પામવા માટે પ્રથમ તો દ્રવ્યથી ને ભાવથી મૌન ભજે છે; અને વચનોચ્ચારરૂપ બહિર્વાચા ને વિકલ્પોત્યાનરૂપ અંતર્વાચાને વિસર્જન કરવા તે પરમાર્થ મૌનની ભાવના ભાવે છે. જેમકે
બહિર્વાચાનો ત્યાગ કરતાં તે ભાવે છે કે-“જે રૂપ મારાથી દેખાય છે તે બીલકુલ જાણતું નથી અને જે રૂપ જાણે છે તે દેખાતું નથી, તો હું બોલું કોની સાથે? જે હું બીજાઓથી સમજાવાઉં ને હું બીજાઓને સમજાવું, તે આ તો મારૂં ઉન્મત્ત ચેતિ છે. કારણકે હું તો નિર્વિકલ્પ છું. અગ્રાહ્ય એવા પરસ્વરૂપને જે ગ્રહતો નથી, ને ગૃહીત