________________
એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી . આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાનો પણ છે.” શ્રીમદ્ભા આ વચન અત્યંત સત્ય છે. કારણકે વર્તમાન સમાજ પ્રત્યે દષ્ટિ કરીએ છીએ તો કેટલાંક લોકો અવિવેકી વિદ્યાના પ્રસંગથી સમયના પ્રવાહમાં તણાઈ જઈ ધર્મ પ્રત્યે સર્વથા અશ્રદ્ધાળુ જણાય છે. તો કેટલાક વળી કુલપરંપરાગત મતાગ્રહ અને અંધશ્રદ્ધામાં જ નિમગ્ન થયેલા દેખાય છે. ધર્મતત્ત્વની સમ્યક પરિજ્ઞા કરી, તે, પ્રત્યે સાચી તાવિક શ્રદ્ધા ધરાવનારા ધન્ય માનવો તો કવચિત જ દષ્ટિગોચર થાય છે. અશ્રદ્ધાળુને શ્રદ્ધા પ્રેરવા, અંધશ્રદ્ધાળુને સત્ય શ્રદ્ધા ઉપજાવવા અને સત્ય શ્રદ્ધાળુને વિશેષ સ્થિર કરવા નિમિત્તભૂત થઈ, આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પ્રજ્ઞાનો અવબોધ (જાગૃતિ) કરી પ્રાજ્ઞજનોને મોક્ષ પુરુષાર્થમાં પ્રેરે એ જ એના પ્રયોજનનું સફળપણું છે.
અને ચારે પુરુષાર્થમાં મોક્ષપુરુષાર્થ એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. મોક્ષ એ જ સર્વ સાધકનું અંતિમ ધ્યેય (Ultimate goal) અને સર્વ મુમુક્ષુનું એક માત્ર પ્રયોજન (Objective) છે. સર્વ ધર્મ અને સર્વ શાસ્ત્રનો ઉપદેશ એક મોક્ષ અર્થે જ છે. ભવબંધનના કારણરૂપ દુ:ખધામ કર્મ પારતંત્રથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્ય પામવું, અર્થાત .ભવરોગથી મુક્ત થઈ આત્માની શુદ્ધ સ્વભાવરૂપ સ્વસ્થ આરોગ્ય અવસ્થા પ્રગટવી એ જ મોક્ષ. આ મોક્ષ કોણ નથી ઇચ્છતું? પશુ પણ બંધનથી છૂટવા ઇચ્છે છે. તો પછી મનુષ્ય કેમ ન ઇચ્છે? અને ભવ એ જ મહા બંધન છે. એટલે તેથી છૂટવાને તીવ્રવેગી અભિલાષ (સંવેગ) ધરતો મુમુક્ષુ ઉગ્ર સંવેગથી અને અદમ્ય ઉત્સાહથી મોક્ષપુરુષાર્થ આદર્યા વિના રહે જ નહિ.
આ ભવબંધનના કારણરૂપ કર્મશૃંખલા તોડી મોક્ષ પામવાની લગામ આત્માના પોતાના હાથમાં જ છે. કારણકે દેહાદિ પરભાવમાં