________________
પંચ પરમ પદ વિશે વિશેષ વિચાર-ભાગ ૨
૧૭૫
સર્વ આચારમાં આત્માનું જે બલ-વીર્ય, તેનું ગોપવ્યા વિના પૂર્ણ સ્કુરણરૂપ આચરણ કરી આ વીર પુરુષ અપૂર્વ આત્મપરાક્રમ દાખવે છે. આમ દ્રવ્યથી અને ભાવથી પંચ આચારના આત્મપરિણમનરૂપ આદર્શ આચરણમાં સર્વાત્માથી પ્રવૃત્ત એવા આ સાધુચરિત પુરુષો પોતાના જીવંત દષ્ટાંતથી બીજાઓને તેના સમ્યક આચારનો ચેપ લગાડે છે. પંચ આચારના પાલનમાં સમર્થ એવા આ આચાર્ય ભગવાન્ પાંચ ઇંદ્રિયને જીતનારા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની નવવાડને અખંડપણે સાચવનારા મહા બ્રહ્મચારી હોય છે; પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્તપણે અને ક્રોધ, માન, માયા ને લોભ એ ચાર કષાયનું ઉન્મેલન કરનારા નિષ્કષાય મહા શાંતમૂર્તિ હોય છે. આમ ઉત્તમ છત્રીસ ગુણના ગૌરવથી શોભતા આ જગદ્ગુરુ વીતરાગ આચાર્યો, વિષમ અસિધારા જેવી દોહલી આત્મચારિત્રરૂપ ચરણધારા પર બાજીગરની જેમ કુશળતાથી નાચે છે. આ આત્મજ્ઞાની સમદર્શી પરમકૃત મહાત્માઓ પરમાર્થપ્રકાશક અપૂર્વ વાણી વડે ભવ્ય આત્માઓને પ્રતિબોધ પમાડતા, સર્વત્ર અપ્રતિબદ્ધપણે વિચરે છે; સન્માર્ગનું વિસ્મરણ કરતા લોકોને તેનું સ્મારણ કરે છે, ઉન્માર્ગે જનારાઓને વારણ કરે છે, અને સર્વને શુદ્ધ આત્માર્થમય સન્માર્ગે જવાની પ્રેરણા ને પુન: પુન: પ્રતિપ્રેરણા કરે છે. આવા આ પરમ લોકોપકારી જગદ્ગુરુઓ, વીતરાગદેવના વીતરાગપણારૂપ ઉત્તમ પટ્ટને ધારણ કરનારા ખરેખરા “પટ્ટધરો” છે; વીતરાગ માર્ગે ગમન કરી રહેલા “ગચ્છ” ના આધારસ્થંભો છે; મુમુક્ષ મુનિજનોના માનસસરમાં રમનારા હંસ છે; નિર્મલ ગુણમણિના નિવાસરૂપ રોહણાચલ છે. જિન ભગવાનરૂપ સૂર્યને કેવલી ભગવાનરૂપ ચંદ્ર અસ્ત પામતાં જગમાં જે દીવા જેવા છે, એવા “ભુવન પદારથ પ્રગટન પટું તે, આચારજ ચિરંજીવો!”
- ‘દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન” તે ચોથું ઉપાધ્યાય પદ. એક શુદ્ધ આત્મ પદાર્થ જ આદેય છે અને બાકી બીજું બધુંય હેય છે, એવું દ્વાદશાંગીનું પરમ રહસ્ય જેને હૃદયગત થયું છે, એવા આ આત્મારામી ઉપાધ્યાય ભગવંતો સ્વશુદ્ધ આત્માના