________________
૨૪૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જિનજી! વિનતડી અવધારો! નિજ ગાગ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ ન મુંચે માયા; તે ન રહે વ્રત પંચે.”-ઈત્યાદિ પ્રકારે કુસાધુઓની સખ્ત ઝાટકણી કાઢી, નિર્મલ મુનિપણાના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી, પોતાની શાસન પ્રત્યેની સાચી અંતરુદાઝ વેધક શબ્દોમાં વ્યકત કરી છે.
આ ભકત ત્રિમૂર્તિનું આગમ અને અનુમાન-ન્યાય વિષયનું જ્ઞાન અગાધ હતું. આનંદઘનજીના એકેક વચન પાછળ આગમોના તલસ્પર્શી જ્ઞાનનું ને અનન્ય તત્વ ચિંતનનું સમર્થ પીઠબળ દેખાઈ આવે છે. શ્રીદેવચંદ્રજીનું આગમજ્ઞાન પણ તેવું જ અદ્ભુત હતું, તે તેમના આગમસાર આદિ ગ્રંથ પરથી દેખાઈ આવે છે; તેમજ ન્યાય વિષયની તેમની તીણ પર્યાલોચના પ્રભુભક્તિમાં તેમણે કરેલી અદભુત પારમાર્થિક નયઘટના આદિ પરથી જણાઈ આવે છે. અને સર્વશાસ્ત્રપારંગત ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી તો ન્યાયના ખાસ નિષ્ણાત તજજ્ઞ (Specialist) હતા, એટલે ન્યાયને એમણે યથાયોગ્ય
ન્યાય આપ્યો હોય એ સમુચિત જ છે. તેઓશ્રીએ ખોટી બડાઈથી નહિ પણ પૂરેપૂરાં આત્મવિશ્વાસથી પોતાના માટે એક સ્થળે દાવો કર્યો છે કે “વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.” એ અક્ષરે અક્ષર પ્રત્યક્ષ સત્ય છે, તેની પ્રતીતિ આપણને તેમના ન્યાયસંબંધી દર્શનવિષયક ગ્રંથો પરથી આવે છે.
અને અધ્યાત્મ-યોગવિષયમાં પણ આ ભક્ત ત્રિમૂર્તિએ અસાધારણ અભુત પ્રગતિ સાધી હતી. યોગિરાજ આનંદઘનજી તો આ અધ્યાત્મ માર્ગમાં એક્કા અતિ ઉચ્ચ દશાને પામેલા જ્ઞાની પુરૂષ હતા, તે તેમના સ્તવનો અને પદોમાં દેખાઈ આવતી અનુભવની ઝલક પરથી દેખાઈ આવે છે. મોટા મોટા પંડિતોના વાગાડંબરભર્યા શાસ્ત્રાર્થોથી કે મોટા મોટા વ્યાખ્યાનધરા ધ્રુજાવનારા - વાચસ્પતિઓના વ્યાખ્યાનોથી અનંતગણો બોધ ને આનંદ શ્રીમાન આનંદઘનજીની એકાદ સીધી, સાદી, સચોટ ને સ્વયંભૂ વચનપંક્તિથી ઉપજે છે, અને એમનું એકેક અનુભવવચન હજારો ગ્રંથો કરતાં કેવું