________________
ભન્ક ત્રિમૂર્તિ-ભાગ ૨
૨૪૩
शिक्षापाठ ८९ : भक्त त्रिमूर्ति} भाग २
આ ભક્ત ત્રિમૂર્તિએ આદર્શ સમાજસુધારક અને પ્રખર ધર્મ ઉદ્ધારક તરીકે અનન્ય શાસનદાઝ દાખવી છે. એ ખાસ નોંધવા જેવું છે કે તેમનો સુધારો આધુનિકોની જેમ યુદ્ધાતદ્દા સ્વચ્છંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુધ્ધ આદર્શવાદી છે. ભગવાને પ્રણીત કરેલા મૂળ આદર્શ વીતરાગ માર્ગથી સમાજને ભષ્ટ થયેલો દેખી, ગૃહસ્થોને તેમજ સાધુઓને તેથી વિપરીતપણે-વિમુખપણે વર્તતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ સમાજને ખંડખંડ છિન્નભિન્ન થયેલો ભાળી, આ ભાવિતાત્મા મહાત્માઓનું ભાવનાશીલ સાચી અંતર્દાઝવાળું હૃદય અંત્યત દ્રવીભૂત થયું હતું, કકળી ઊઠયું હતું. એટલે જ તે સમાજનો સડો દૂર કરવાના એકાંત નિર્મલ ઉદેશથી તેઓએ ઠેરઠેર પોકાર પાડયો છે.“પુરૂષ પરંપરા અનુભવ જવતાં, અંધોઅંધ પલાય .. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે” ઈત્યાદિ આનંદઘનજીના વેઇક વચનો તેમની સાચી શાસનદાઝના સહજ ઉદ્ગાર છે. “દ્રવ્ય કિયા રૂચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન?... ચંદ્રાનન જિન! સંભળિયે અરદાસ,” ઈત્યાદી શ્રી દેવચંદ્રજીના વચનો તેમનું તીવ્ર ખેદમય આંતરુસંવેદન દાખવે છે. અને શ્રીમાનુ યશોવિજયજીએ તો ભગવાન સીમંધર સ્વામી પાસે સાડી ત્રણસો અને સવાસો ગાથાના સ્તવનાદિના ન્હાને કરૂણ પોકાર પાડયો છે કે હે ભગવાન! આ જિનશાસનની શી દશા? અને એમ કરી નિષ્કારણ કરૂણાથી સુષુપ્ત સમાજને કેટલીક વાર સખ્ત શબ્દપ્રહારના ચાબખા મારી ઢંઢોળ્યો છે, ને તેની અંધશ્રધ્ધા ઉડાડી જાગ્રત કર્યો છે; તથા ગૃહસ્થનો ને સાધુનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજુ કરી, સમાજને ઘેરી વળેલા કુગુરૂઓ ને કુસાધુઓની નીડરપણે સખા ઝાટકણી કાઢી છે. જેમકે– “આર્ય થોડા અનારજ જનથી, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, બાકી મુડાં ન્હોળા ... રે જિનજી! વિનતડી અવધારે! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જે નવિ નિશ્ચય દરિયો .... રે