________________
સંમિતિ ગુપ્તિ
ગુપ્તિ ન રહી શકે તો સમ્યક્ યોગપ્રવૃત્તિરૂપ સમિતિથી વિચરે. આ સમિતિગુપ્તિનું સ્વરૂપ દ્રવ્યથી ને ભાવથી સમજી આચરવા યોગ્ય છે :
૨૦૭
ઇર્યાસમિતિ – સ્વાધ્યાયનિમગ્ન સાધુ નિજવંદનાર્થે, ગ્રામાંતર અર્થે કે આહાર-નિહાર અર્થે એમ ચાર કારણે જ જવા માટે ઊઠે; અને યુગમાત્ર ક્ષેત્ર ચક્ષુથી જોતાં જોતાં ઉપયોગ રાખીને જયણાપૂર્વક ગમન કરે તે ઇર્યા સમિતિ. ભાષા સમિતિ-મૌનધારી એવા મુનિ ક્રોધથી, માનથી, લોભથી, હાસ્યથી, ભયથી, મૌખર્યથી, કે વિથાથી ઉપર્યુક્તપણે આશ્રવગેહરૂપ સાવદ્ય વચન ન વદે; પણ યોગ્ય કાળે અસાવઘ એવું હિત મિત ને પ્રીત વચન જ વદે; પોતાને ને પરને બોધ પ્રગટે એમ ઉંચેથી સ્વાધ્યાય કરતા હોય એવું વ્યાખ્યાન કરે; અનેકાંતિક સાપેક્ષ સત્ વાણી સ્વપર હિતાર્થે ઉચ્ચરે, ને પ્રભુગુણના ગાનથી રસનાને ધન્ય કરે. આમ સાધ્ય એવા ચિપને સાધતા સાધુ ભાષાના સમ્યક્ પ્રયોગથી આશ્રવરૂપ વચનયોગને નિર્જરારૂપ કરી લોઢાનું સોનું બનાવે. એષણા સમિતિ-સંયમ-સ્વાધ્યાયના સાધનરૂપ દેહના નિર્વાહાર્થે મુનિ ઉદ્ગમાદિ સડતાલીસ દોષ રહિત વિશુદ્ધ આહાર, ઉપધિ ને શય્યાની ગવેષણા કરે; ભમરો રસ ચૂસે પણ ફૂલને પીડા ન ઉપજાવે એવી માધુકરી વૃત્તિથી ગોચરી કરે. આદાનનિક્ષેપ સમિતિધર્મોપકરણો ગ્રહતાં મૂકતાં સૂક્ષ્મ જંતુને પણ કિલામણા ન થાય, એમ ચક્ષુથી પ્રતિલેખીને અને પ્રમાર્જીને યતનાવંત યદિ ગ્રહે ને મૂકે. આ દ્રવ્ય જયણા સાચવતાં સાથે સાથે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રતિલેખીને– પુન: પુન: લક્ષમાં રાખીને, બાધક ભાવરૂપ કચરો પૂંજો પ્રમાર્જી નાંખે ને શુદ્ધ સાધક ભાવનું ગ્રહણ કરે. પારિષ્ઠાપનિકા સમિતિ-શરીરના મળમૂત્ર, શ્લેષ્મ આદિને,–ચરાચર જંતુને દૂભવ્યા વિના ને દુગંચ્છા ઉપજાવ્યા વિના,-જીવાકુલ નહિ એવી સ્થંડિલ નિર્જીવ ભૂમિમાં પરઠવવા; અથવા શરીરને ધ્યાનમાં–જ્ઞાનચરણમાં સ્થિર સ્થાપવું તે પારિષ્ઠાપનિકા. ભાવથી તો આત્માની અંદરના જે વિભાવરૂપ ભાવમલ છે તે પરઠવવા, આત્મામાંથી વોસરાવવા અને આત્માને સ્વભાવને વિષે સ્થાપન કરવો તે પારિષ્ઠાપનિકા.