________________
ત્રણ આત્મા-ભાગ ૧
૩૯
માને છે, અને નારકદેહમાં રહેલાને નારક માને છે. આમ જે જે દેહપર્યાયમાં તે સ્થિતિ કરે છે, તે તે દેહરૂપ તે પોતાને માને છે; પણ તત્ત્વથી હું પોતે તેવો નથી, હું તો આ દેહાદિથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. એટલે
દહ તે હું” એવી દેહમાં અહંકારરૂપ આત્મબુદ્ધિને લીધે તેને મમકાર (મમત્વ) ઉપજે છે; અને તેથી આ મારો પુત્ર, આ મારી સ્ત્રી, આ મારો મિત્ર ઇત્યાદિ વિભ્રમરૂપ કલ્પનાઓનો ઉદ્ભવ થાય છે. આ કલ્પનારૂપ માયાજાલ વડે પોતાની આત્મસંપત્તિ માની બેસી આ મૂઢ મિથ્યાદષ્ટિ જીવ તેના નિમિત્તે રાગદ્વેષ કરે છે, તેથી કર્મબંધ કરી તે આત્મઘાતને પંથે પડે છે અને અનંત દુ:ખમય સંસારચક્રમાં ભમે છે.
કારણકે આત્માથી બાહ્ય એવા પરભાવોને વિષે આત્મભ્રાંતિ વર્તતી હોવાથી, બહિરાત્માની દષ્ટિ અને વૃતિ સદા બહિંમુખ જ રહે છે. એટલે તે બહારથી સુખ મેળવવાને ઝાવાં નાખે છે. આત્માથી અન્ય એવા પૌલિક ઇંદ્રિયવિષયોમાં સુખની મિથ્યા કલ્પના કરી, તે સુખ મેળવવાની દુરાશાએ તે મૃગજળ જેવા વિષયોની પાછળ દોડે છે, અને તેના કારણે કષાય કરે છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ પ્રત્યે રાગ ને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. “પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત” થયેલો આ જીવ પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભોગમાં આસક્ત થઈને કોશેટાના કીડાની જેમ પોતે પોતાને બાંધે છે; અને પરભાવની ખાતર પોતાનું આત્મહિત ચૂકી, વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, પોતે પોતાનો વૈરી બની ભવદુ:ખ પામે છે. આમ દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ મોહમૂઢ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે ને એ જ સંસારદુ:ખનું મૂલ છે; આત્મભ્રાંતિથી જ જીવ ભવભ્રાંતિ પામે છે.
પરંતુ જે અંતરાત્મા છે તેને તો સંસારદુ:ખના મૂળરૂપ એવી આ દેહમાં આત્મબુદ્ધિ હોતી જ નથી, પણ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. એટલે આ સમ્યગુદષ્ટિ પુરુષ બહિરવૃતિ છોડી દઈ, બાહ્ય ઇંદ્રિયવ્યાપાર નહિ કરતાં, અંતમાં પ્રવેશ કરે છે અને તેને ખેદ થાય