________________
મહાત્માઓની અસંગતા
૫૧
(દોહરા) દિવ્ય યોગદષ્ટિ દીધી, ઓઘદૃષ્ટિ હરણાર્થ;
તેહ આર્ષ દષ્ટા નમું, શ્રી હરિભદ્ર કૃતાર્થ.
शिक्षापाठ २१ : महात्माओनी असंगता
જેને સમ્યગદર્શન ઉપજ્યું છે એવા સમષ્ટિ મહાત્માઓ સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે. કારણ કે હું દેહાદિથી ભિન્ન એવો એક શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મા છું, બીજું કંઇપણ પરમાણ માત્ર પણ મારું નથી,-એવો દઢ પરમાર્થ નિશ્ચય તેમને થયો છે; અને “સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે' એવા જ્ઞાનીના વાક્યોનો અનુભવરૂપ નિર્ધાર તેમના હૃદયમાં ઉપજ્યો છે. એટલે જ બાહ્યભંતર સંગરૂપ સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામી, “જ્ઞાનનું ફલ વિરતિ” એ વીતરાગવચનને તેઓ સત્ય કરે છે. ક્ષીરનીર જેમ સ્વ-પરનો ભેદ આત્મા-અનાત્માનો વિવેક જેણે કર્યો છે, એવા આ પરમ હંસો શુદ્ધ માનસ-સરોવરના નિર્મલ અનુભવજલમાં ઝીલે છે. જીવન્મુક્તપણાની પાંખે ઊંચા ચિદાકાશને વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કરતા નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુનો પ્રસંગ તે સંગ છે અને “આ સર્વ સંગ મહાશ્રવ છે” એવું તીર્થકરવચન જેણે જાણ્યું છે, એવા આ શાંતમૂર્તિ અસંગ મહાત્માઓ સહજ આત્મસ્વરૂપમાં ગુખ-સંવૃત થઈ પરમ સંવર આદરે છે, અને પરમ આત્મસમાધિ અનુભવે છે.
સમ્યગદષ્ટિ યોગી પુરુષો કવચિત્ પ્રાળ્યોદયથી સંસાર પ્રસંગમાં વર્તે, તોપણ નિરંતર અસંગપણાને જ ભજે છે. બહિંદષ્ટિ જગજીવોની દષ્ટિએ અવિરતિ દેખાવા છતાં, અંતથી–ભાવથી તો તેઓ સાધુચરિત વિરતિ જ હોય છે. આ સમદષ્ટિ મહાત્માઓનું શરીર સંસારમાં અને મન મોક્ષમાં હોય છે. “મોક્ષે વિત્ત મરે તનુઃ ” એટલે તેનો સર્વ જ યોગ- ધર્મઅર્થાદિ સંબંધી વ્યાપાર પણ યોગરૂપ જ હોય છે. મંત્રપૂતળીની જેમ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જેની સર્વ