________________
૧૪૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(યોગદષ્ટિ-સમુચ્ચય) સ્વજનાદિ મૃતદેહને બાળી સ્મશાનમાંથી પાછા વળે છે ને બે-ચાર દિવસ સાચો ખોટો સ્વાર્થમય ખેદ કરી, થોડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે! આમ આ સંસારસમુદ્રમાં ક્ષણભંગુર મોજાંની જેમ અથડાતા જીવોને ઉપજતા સર્વ સંયોગ સંબંધો વિપત્તિના સ્થાન થઈ પડી, અંતે અત્યંત નીરસ નીવડે છે.
આ જીવે અનંત જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણ પીધું છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય! તે જન્મમાં મૃત્યુ થતાં, જૂદી જૂદી માતાઓની આંખમાંથી એટલું પાણી વછૂટ્યું છે કે તે એકઠું કરીએ તો સાગરજલ કરતાં પણ વધી જાય! આમ આ જીવના અનંતા જન્મમરણ થયા છે. તેમાં કોનો પુત્ર ને કોનો પિતા? કોની માતા ને કોની સ્ત્રી? જે પૂર્વે શત્રુઓ હતા તે આ જન્મમાં બંધુઓ બને છે ને બંધુઓ હતા તે શત્રુ બને છે! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને કર્મ વિશે કવચિત પુત્રી બને છે! બહેન હોય તે કવચિત સ્ત્રી થાય છે! આવી વિચિત્ર સ્થિતિ આ સંસારની છે. સાયંકાળે જૂદી જૂદી દિશામાંથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલવૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં એ પંખીઓ જેમ ઝાડને છોડીને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીઓ પણ પોતપોતાની દિશામાં કર્મ પ્રમાણે જૂદી જૂદી ગતિમાં કયાંય ચાલ્યા જાય છે! આમ આ બધોય પંખીમેળો છે. “પ્રિયજનોનો સંગમ ગગનનગર જેવો છે, યૌવન ને ધન વાદળા જેવા છે, શરીર આદિ વિજળી જેવા છે.” (જ્ઞાનાર્ણવ) આ જીવન ડાભની અણી પર રહેલા જલબિન્દુ જેવું છે. જગતની ધર્મશાળામાં ઉતરેલો આ જીવ મુસાફર ઘડીભર વિસામો લીધો ન લીધો ત્યાં તો પુન: જન્માંતર મુસાફરી ચાલુ કરે છે.
આમ આત્મબાહ્ય એવી આ દેહ-ગૃહાદિરૂપ સમસ્ત જગજ્જાલ મૃગજળ જેવી મિથ્યા છે, તે પોતાની નથી, છતાં મિથ્યાભાસરૂપ અસત્કલ્પનાથી પોતાની ભાસે છે! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તે