________________
મહાત્માઓની અનંત સમતા
મેળવવાની દરાશાએ તેની પાછળ જેટલું દોડાય તેટલું દોડે છે! પણ તે તો હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ને આ જીવની જાણે દૂર મશ્કરી રૂપ વિડંબના કરે છે! અથવા આ દેહ-ગૃહાદિ સર્વ આત્મબાહ્ય સંયોગો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશામાં આ દેહાદિમાં આત્મભ્રાંતિરૂપ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યા જણાય છે. આ દેહ-ગૃહાદિ સર્વ સંયોગો ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે; ને સ્વપ્નમાં મહા રાજઋદ્ધિ પામેલા ભીખારીના ખેદ'ની પેઠે હાય! આ મારા ભોગ ચાલ્યા ગયા, એવો વસવસો મનમાં રહી જાય છે! માટે જ ભોજા ભગતે ચાબખો માર્યો છે કે “આ તો સપનું છે સંસાર.” (દોહરા) બાલધૂલિગૃહ કીડ સમા, સર્વ સંયોગો જાણ;
ઇંદ્રજાલ મૃગજલ સમા, અથવા સ્વપ્ન સમાન.
(
शिक्षापाठ ५५ : महात्माओनी अनंत समता
સર્વ બાહ્ય સંયોગોનું અનિત્યપણું જેણે જાણ્યું છે અને નિત્ય પ્રકાશમય અંતર્જ્યોતિનું દર્શન જેણે કર્યું છે, તે જ્ઞાન મહાત્માઓને સર્વત્ર અદ્ભુત સમતા વર્તે છે. સ્વરૂપમાં સમાયા છે એવા તે સમદર્શી મહાત્માઓ કયાંય પણ અહત્વ મમત્વ કરતા નથી, કયાંય પણ રાગદ્વેષ ધરતા નથી, કયાંય પણ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ચિતવતા નથી. ગોશાલાએ મહાવીરસ્વામી સમીપે આવી તેમના બે શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા, પણ નિર્મમ ભગવાન તો સમર્થ છતાં સમભાવમાં જ રહ્યા. “અબધૂ! ક્યા તેરા? ક્યા મેરા? તેરા હે સો તેરી પાસ, અવર સબહી અનેરા,”—એવા સમરસમાં ઝીલતા નમિ રાજર્ષિએ કહ્યું-મિથિલા દાઝે છે એમાં મારું કાંઈ દાઝતું નથી.
આવા સમદર્શી મહાત્માઓને સુખમાં કે દુ:ખમાં, હર્ષમાં કે શોકમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, તૃણમાં કે મણિમાં, સુવર્ણમાં કે