________________
મનભ્રાંતિ
આ ભ્રાંતિ શબ્દના બે અર્થ થાય છે : ભ્રાંતિ એટલે ભ્રમણ અથવા ભ્રમણા. પરવસ્તુમાં આત્મભ્રાંતિરૂપ ભ્રમણા એ જ પરભાવ પ્રત્યે ભ્રમાગરૂપ મનભ્રાંતિનું મૂળ ઉપાદન કારણ છે. એટલે જ ભ્રાંત સ્વભાવવાળો આ મન-ભ્રમર પરભાવરૂપ પુષ્પાસનો રસીયો થઈ, તેની પ્રાપ્તિ માટે ઝાંવાં નાખે છે; ને રાગદ્વેષરૂપ ગુંજારવ કરતો તે યત્રતત્ર ભ્રમણ કરતાં ખેદ આદિ અષ્ટ ચિત્તદોષને પામી, ભ્રાંતિરૂપ મહાલેશમય મનરોગ અનુભવે છે. તેના નિવારણનો ઉત્તમ ઉપાય આ મનમધુકરને શુદ્ધ સહજાત્મસ્વરૂપી પ્રભુના પદપંકજમાં લીન કરી દઈ, તેના ગુણ-મકરંદનુ અમૃતપાન કરાવવું એ છે,-કે જેથી મુગ્ધ થયેલો આ મનમધુકર પરભાવની દુર્વાસના ત્યજી, પોતાના શુદ્ધ સ્વરૂપને ભજે. અથવા આ ભ્રામક વૃત્તિવાળા મન મર્કટને વશ કરવા માટે અને ક્ષણ પણ નવરું ન પડવા દેતાં, બાબરા ભૂતની જેમ કે કુલવધૂની જેમ, તેને તેના જોગા સતત કામમાં– સપ્રવૃત્તિમાં રોકી રાખવું અગત્યનું છે. જેમકે-જેણે તે મનનો જય કર્યો છે, એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું. અથવા તો એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ- અવરોહણ કર્યા જ કરે! અને ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઇને ખાવા હોય તેટલા ખાય!
અથવા આ ભ્રાંત સ્વભાવવાળા મનસારથિને સ્વચ્છેદે ન પ્રવર્તવા દેતાં, મોહનિદ્રામાંથી જાગેલો આત્મા જ પોતાની આજ્ઞા પ્રમાણે ચાલવાની તાકીદ કરે, તો પછી તે કુશળ સારથિ ઇંદ્રિય અશ્વોને બરાબર લગામમાં રાખી, આત્માના રથને સન્માર્ગે ચલાવી, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને પહોંચાડે. આમ મન- સૂબાને સોંપેલી સત્તા પાછી ખેંચી લઈ, આત્મ-રાજા સ્વશાસન પોતાને હસ્તક રાખી પોતાનું સ્વામિત્વ દાખવે, ને સ્વચ્છંદી મનની આજ્ઞામાં નહિ વર્તતાં તેને પોતાની આજ્ઞામાં પ્રવતવિ, એ જ તેને વશ કરવાનો ઉત્તમ વિધિ છે. ઇત્યાદિ પ્રકારે આ દુરારાધ્ય મનને જે ‘ઠેકાણે' આણે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે અને આમ આત્મા સ્વસ્વભાવના જાગ્રત ઉપયોગમાં વહેં એ જ ભ્રાંત મનોયોગને શાંત