________________
૨૧૬
પ્રશાવબોધ મોક્ષમાળા
શિક્ષાપતિ ૮૦ : “ઋત્નિશનિ સર્વજ્ઞ'
અહિંસાના મહામંત્ર ફૂંકી જેણે જગતમાં “અમારિનો ડંકો વગડાવ્યો, તે “કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્યનો દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળો છે. આ મહા જ્યોર્તિધરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેમને ગુજરાતનું ગૌરવ ગણી બહુમાનથી સન્માનતા; અને મહારાજા કુમારપાળ તો તેમના આજ્ઞાંક્તિ શિષ્ય બની, દયામય વીતરાગ ધર્મના કેવા પ્રભાવક પરમાઈત થયા તે વાર્તા ઈતિહાસ પ્રસિદ્ધ છે.
આ મહા જ્યોર્તિધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાચિંગની ગૃહિણી પાહિણીની કુલિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને થયો. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુવયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનારો આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવા લક્ષણ દીઠા. એટલે લઘુવયમાં દીક્ષા પ્રાય: ઉચિત નહિ છતાં, આવા કોઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષ શાસનપ્રભાવનાનો હેતુ જાણી, તેમણે પાહિણી પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણીએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સોમચંદ્ર થયો, અને સ્વલ્પ સમયમાં સર્વ આગમ સાહિત્યમાં પારંગત થઈ સત્તર વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યો! શાસનધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન્ન યુવાન આચાર્યે અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારું તો ગમે તે થાઓ, અમે ભલે થોડા ભાવ વધારે હોરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મ પ્રવર્તક પરમ લોકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઇએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે લોકાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાર્થે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય જિસસનું કાર્ય કર્યું.