________________
મહત્વ પુરુષોની અનંત દયા
૨૧૫
રત્નત્રયી ઔષધ વિના તેઓનો આ મહા જન્મરોગ કેમ મટે? હરણની જેમ કુગુરુના પાશમાં સપડાયેલા આ મોહમૂઢ જીવો ભ્રાંતિમય કરુણ દશા પામી રહ્યા છે, તેઓ સદ્ગુરુના ચરણશરણ વિના આ ભ્રમજાળમાંથી મુક્ત કેમ થાય? આત્મસ્વરૂપના અજ્ઞાનથી અસત્ ધર્મનું સેવન કરતા આ અજ્ઞ જીવો ઉન્માર્ગે ગમન કરી રહ્યા છે, તેઓ નિજ સ્વરૂપના ભાન વિના સધર્મરૂપ સન્માર્ગે અવતાર કેમ પામે? એમ વિચારતાં કર્ણાવતાર બોધિસત્વ મહાત્માઓ ભાવે છે કે હું જ્ઞાનનો પ્રકાશ પાથરી આ સર્વ લોકોને આ ગહન મોહાંધકારમાંથી બચાવી, શુદ્ધ આત્મધર્મરૂપ સત્શાસનના રસિક કરૂં. “સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉલસી.” આવી ભાવદયામય શુદ્ધ પરોપકાર ભાવનાથી આવા બોધિસત્વ મહાત્માઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. અને પછી તીર્થકર જન્મમાં આ નિષ્કારણ કરુણારસસાગર પરમ પરોપકારી જિન ભગવાનો, સર્વ જીવને અભય આપનારા પરમ દયામય ધર્મનો ઉપદેશ વષવિ છે; અને રાગાદિ વડે શુદ્ધ આત્મસ્વરૂપની ઘાત ન થવા દેવાનો નિર્મલ બોધ કરી, અનંત જન્મમરણપરંપરાથી છોડાવનારું ભાવ અભયદાન આપે છે. આવો જે પરમ પરોપકાર કરે છે એવા આ પરમ કૃપાળુ દેવ અરિહંત ભગવંતોમાં દયાના આદર્શની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. કારણકે પરભાવના સ્પર્શલેશથી પણ જેનો આત્મગુણ વિરાધના પામતો નથી, એવા આ ભાવદયાસાગર ભગવંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી પરમ અહિંસક એવા અનંત દયામય હોય છે.
(માલિની) સક્લ જીવગણોને આત્મ જેવા જ જાણી,
તન મન વચને જે ના હણે કોઈ પ્રાણી; હૃદય હદ થકી વાત્સલ્ય ધારા સૂવે છે, પરદુ:ખ દુ:ખી સંતો તે દયાર્દો કવે છે.
CCT