________________
‘કલિકાલ સર્વજ્ઞ'
શ્રી હેમચંદ્રાચાર્યે વિઘાસિદ્ધ-મંત્રસિદ્ધ પુરુષ હતા. ગૂર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન્ન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે? એવો સીધો પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછયો. જવાબમાં હેમચંદ્રે શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવનીચાર ન્યાયનું દૃષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે-હે રાજન્! હે પુરુષર્ષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ તમે પણ જો સત્યતત્ત્વગવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્ત્વનું માર્ગણ-સંશોધન કરશો, તો તમને પણ સત્ય ધર્મનો માર્ગ મળી આવશે. હેમચંદ્રાચાર્યના આ અદ્ભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તો દિંગ થઈ જઈ ફીદા ફીદા થઈ ગયા. એક વખત માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછયું–મારા રાજ્યમાં એવો કોઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું નવું વ્યાકરણ રચી શકે? સર્વની દષ્ટિ મહાપંડિત-શિરોમણિ હેમચંદ્ર પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું, અને પાણિનિ આદિ વ્યાકરણને ભૂલાવી દે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છએ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણ ‘સિદ્ધહૈમ’ નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આરોપી તેનું પરમ ગૌરવ બહુમાન કર્યું.
૨૧૭
પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યાસન લીધું, ત્યારે પોતાને અભયદાન, આપનારા પોતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા; અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગ ધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાર્હત કુમારપાળે અવિનને જિનમંદિરમંડિત કરી; પોતાના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભયદાન આપનારો અમારિ પટહ વગડાવ્યો; મઘ અસુરને દેશવટો દીધો; અપુત્રીઆના ધનહરણનો અન્યાય દૂર કર્યો; સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દૃષ્ટિ દાખવી. સર્વત્ર