________________
૧૩૦
પ્રશાવબોધ મોક્ષમાળા
મૂઢ! તું કંબલને શોચે છે, પણ અચિંત્ય ચિંતામણિ રત્ન સમા સ્વ આત્માને નરકમાં પડતાં નથી શોચતો! એટલે સંવેગ પામેલા મુનિએ કહ્યું-તે મને ભલી રીતે બોધી ભવસાગરમાં પડતાં બચાવ્યો. હું ગુરુ સમીપે જઈ મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ. વારુ ધર્મલાભ! કોશાએ પણ મિથ્યા દુષ્કૃત કહી ક્ષમા માગી.
પછી તે સાધુએ સંભૂતવિજય ગુરુ પાસે જઈ આજ્ઞાભંગ માટે ક્ષમા યાચી અને કહ્યું-ગુરુદેવ! હું મૂઢ મત્સરને લઈ મહામુનિ સ્થૂલભદ્રજીની સ્પર્ધા કરવા ગયો, પણ કોશાના ઉપદેશથી હું પતન પામતાં માંડમાંડ બચ્યો છું. ક્યાં એ મહાસત્ત્વ સિંહ સમા સ્થૂલભદ્રજી? ને ક્યાં શીયાળ જેવો કાયર હીનસત્વ હું? ખરેખર! દુષ્કરદુષ્કરકારી જે કોઈપણ હોય તો તે આત્મારામી મહાત્મા
સ્થૂલભદ્રજી જ છે. તે મહાબ્રહ્મચારીને નમસ્કાર હો! નમસ્કાર હો! (દોહરા) દુષ્કરદુષ્કરકારી તે, સ્થૂલભદ્રને પ્રણામ;
આત્મારામી જે રહ્યા, કામગૃહે નિષ્કામ.
शिक्षापाठ ५१ : आज्ञा આગલા શિક્ષાપાઠોમાં દયાથી માંડી બ્રહ્મચર્ય પર્વત જે જે સાધનો બતાવ્યો, તે તે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્માર્થના લક્ષપૂર્વક સેવવામાં આવે, તો અવશ્ય મોક્ષસાધક થઈ પડે. પણ આત્માર્થ ભૂલી જો સ્વચ્છેદે કરવામાં આવે, તો તે સાધન પણ બંધન બની ભવઉપાધિ વધારે. “દાન તપ શીલ વ્રત નાથ આપ્યા વિના, થઈ બાધક કરે ભવઉપાધિ.” કારણકે ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ જે જે આજ્ઞા જ્ઞાનીએ કરી છે, તે કેવલ જીવના કલ્યાણ હેતુએ, જેમ આત્માર્થ ઉત્પન્ન થઈ વર્ધમાન થાય ને સુરક્ષિત બને એ પ્રકારે કરી છે. દાખલા તરીકે-પંચમહાવ્રતમાં સર્વ પ્રાણાતિપાતથી નિવૃત્તિની ઉત્સર્ગરૂપ પ્રતિજ્ઞા છતાં, તેના અપવાદરૂપે નદી ઉતરવાની આજ્ઞા ભગવાને કરી