________________
દુરદુષ્કરકારી સ્થૂલભદ્રજી
૧૨૯
સ્વાગત છે! એમ કંઈક ઊઠીને ગુરુએ સત્કાર્યા. પછી સ્થૂલભદ્ર મુનિનું આગમન થતાં, ઊઠીને સામા જઈ ગુરુએ કહ્યું-અહો દુષ્કરદુષ્કરકાર મહાત્મન્! તમને સ્વાગત હો! એટલે મત્સર ધરતા તે અન્ય સાધુઓ ચિંતવવા લાગ્યા-અહો! ગુરુનું આ આમંત્રણ ખરેખર! તે મંત્રીનો પુત્ર છે તે કારણે છે. જે તે વરસઆહારથી દુષ્કરદુષ્કરકારી છે, તો આપણે પણ આવતે વર્ષે આ કરી દેખાડશું. એમ મનમાં સંકલ્પ કરી તે મત્સરવંત ઈર્ષાળુ મુનિઓએ આઠ માસ વ્યતીત કર્યા. એટલે સિંહગુહાવાસી સાધુએ ગુરુ પાસે અભિગ્રહ લીધો-હે ભગવન્! હું કોશા વેશ્યાના ગૃહે નિત્ય વરસ આહાર ભોજન કરતો ચાતુર્માસ સ્થિતિ કરીશ. ગુરુએ કહ્યું- હે વત્સ! સ્થૂલભદ્ર જેવો વિરલો મુનિરાજ જ જે દુષ્કરદુષ્કર કરવા સમર્થ છે, તેનું આંધળું અનુકરણ કરી ઝેરનું પારખું લેવા યોગ્ય નથી. આમ ગુરુએ નિષેધ્યા છતાં, આમાં તે શું છે એમ કહી ગુરુઆજ્ઞાને અવગણી, તે વીરંમન્ય મુનિ કામના નિવાસધામ સમી તે વેશ્યાના નિવાસે પહોંચ્યા.
સ્થૂલભદ્રની સ્પર્ધાથી આ તપસ્વી અહીં આવ્યા છે એમ ચતુર કોશાએ તરત સમજી જઈ ઊઠીને નમન કર્યું. મુનિએ વસતિ માટે ચિત્રશાલા યાચી. કોશાએ તે સમર્પ અને મુનિએ ત્યાં પ્રવેશ કર્યો. પછી મધ્યાન્હ જેણે પરસ આહારનું ભોજન કર્યું હતું, એવા તે મુનિની પરીક્ષાર્થે લાવણ્યકોશા પણ ત્યાં આવી પહોંચી. મુનિ તો તેને નીરખીને વારંવાર ક્ષોભ પામી યાચના કરવા લાગ્યા. કોશાએ કહ્યું-ભગવન! અમે તો વેશ્યા છીએ, ધનદાનથી વશ્ય હોઈએ છીએ. મુનિ બોલ્યા-વેળમાં તેલની જેમ અમારી પાસે તે દ્રવ્ય કયાંથી હોય? એટલે વેશ્યાએ તેને ઠેકાણે લાવવાના હેતુથી કહ્યું-નેપાલનો રાજા અપૂર્વ સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો. એટલે નિજ વ્રતમાં સ્કૂલના પામતા મુનિ વર્ષાકાલમાં પણ બાલની જેમ કાદવવાળી ભૂમિ પર ઠેબાં ખાતાં નેપાલ ભણી ચાલ્યા; પછી સજા પાસેથી રત્નકંબલ મેળવી પાછા આવ્યા, અને તે વેશ્યાને આપ્યું. પણ કોશાએ તો તે નિ:શંકપણે ઘરની પાળના પંકમાં ફેંકી દીધું! મુનિ એ કહ્યુ-તે આ મહામૂલ્ય મહામહેનતે મેળવેલું રત્નકંબલ અશુચિ કર્દમમાં કાં ફેંકી દીધું? કોશાએ જવાબ આપ્યો-હે